Banaskantha: Palanpur માં સહકારી ચૂંટણીમા Bjp ના ઉમેદવાર Bhagu Kugasiya ને કોણે ધૂળ ચટાડી?

October 27, 2024

Banaskantha : ભાજપમાં (BJP) એક સમયમાં પક્ષમાંથી જે નિર્ણય થાય તે ફરજીયાત પક્ષના બધા નેતાઓને માનવો પડતો હતો. પણ સમય હવે બદલાયો છે, પક્ષના નિર્ણય સામે ભાજપના નેતાઓ બોલતા થયા છે.અને પક્ષ સામે બળવો પણ કરે છે. સહકારી સંસ્થામાં તો હવે બળવો કરવું સામાન્ય થયું છે. કેટલાક સમયથી ઘણા કિસ્સાઓ સામે આવ્યા, જેમાં સહકારી સંસ્થામાં ભાજપના મેન્ડેટ વિરુદ્ધ પક્ષના જ નેતાઓ બળવો કરે છે અને જીત પણ મેળવે છે. તાજેતરમાં ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાએ પક્ષ વિરુદ્ધ બળવો કરી જીત મેળવી હતી તેમજ વડોદરાની સહકારી સંસ્થામાં પણ પક્ષના મેન્ડેટ વિરુદ્ધ બળવો કરી ભાજપના નેતા જીત્યા હતા. ત્યારે આવો કિસ્સો ફરી એકવાર સામે આવ્યો છે. જેમાં ભાજપના મેન્ડેટ વિરુદ્ધ બળવો કરી ઉમેદવારે જીત મેળવી હતી.

પાલનપુર  માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભાજપને ફટકો

પાલનપુર માર્કેટયાર્ડમાં ભાજપમાં બળવો થયો છે. માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભાજપના ચેરમેન માટે મેન્ડેટ હતું, એટલે કોઈ ઉમેદવાર ઉભો ન રહ્યો જેથી ચેરમેન બિનહરીફ જીત્યા હતા.જો કે, વાઇસ ચેરમેન માટે ભાજપે ઉમેદવારને મેન્ડેટ આપ્યો હતો, પણ ચૂંટણીમાં બળવો થયો છે.  ભાજપે વાઇસ ચેરમેન માટે ભગુભાઈ કુગાસિયાનું મેન્ડેડ આપ્યું હતુ. પણ મેન્ડેડ સામે બળવો થતા વેપારી વિભાગના યશવંત પટેલ ચૂંટણી લડ્યા હતા. યશવંત પટેલ અને ભગુભાઈ વચ્ચે ચૂંટણીમાં રસાકસી ભર્યો માહોલ સર્જાયો હતો. યશવત પટેલને ચૂંટણીમાં 12 મત મળ્યા તો ભગુભાઈને 7 મત મળ્યા હતા. આમ ભાજપે જે મેન્ડેટ આપ્યો તે ઉમેદવાર હાર્યા હતા.

સહકારી સંસ્થાઓમાં ભાજપના વળતા પાણી

મહત્વનું છે કે,  ભાજપનો સહકારી સંસ્થામાં દબદબો હતો. પણ કેટલાક સમયથી ભાજપના સહકારી સંસ્થામાં વળતા પાણી થયા હોય એવું લાગી રહ્યું છે. ભાજપના મેન્ડેટ પર ઉભા રહેલા ઉમેદવાર વિરુદ્ધ પક્ષના લોકો દ્વારા બળવો કરવામાં આવે છે અને તેમને હરાવવામાં આવે છે.   સહકારી સંસ્થામાં ભાજપના મેન્ડડની અવગણના કરીને બળવો કરવામાં આવે છે જેના કારણે ભાજપની સહકારી સંસ્થામાં પડતી શરુ થઈ છે.  ત્યારે જોવાનું રહ્યું કે, આ બળવો કરનારાઓ વિરુદ્ધ ભાજપ કોઈ કડક પગલાં ભરે છે,કે નહિ? ભાજપ શિસ્તની તો વાત તો કરે છે, પણ શિસ્તનું પાલન પોતાના પક્ષમાં કયારે કરાવશે?

આ પણ વાંચો :  Ahmedabad: નારોલની એક ફેક્ટરીમાં ગેસ ગળતરની ઘટના, બે કર્મીઓના મોત, સાત હોસ્પિટલમાં દાખલ, ચારની હાલત ગંભીર

Read More

Trending Video