BJP : 24 રાજ્યોમાં ભાજપના પ્રભારી અને સહ પ્રભારીની નિયુક્તિ, જાણો કોને ક્યાં મળી જવાબદારી?

July 5, 2024

BJP :લોકસભાની ચૂંટણી (Loksabha Election) પૂર્ણ થયા બાદ તરત જ ભારતીય જનતા પાર્ટીએ (BJP) રાજ્યમાં પ્રભારીઓની નિમણૂક કરી છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ( J P Nadda) રાજસ્થાન (Rajasthan) ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયાને હરિયાણાના રાજ્ય પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. પુનિયાને હરિયાણા ચૂંટણીમાં પાર્ટી નેતૃત્વ દ્વારા ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યા હતા. હવે તેમને હરિયાણાના જ રાજ્ય પ્રભારી બનાવવામાં આવ્યા છે.

વિવિધ રાજ્યો માટે પ્રભારીઓ અને સહ-પ્રભારીઓની જાહેરાત

ભાજપે હરિયાણા, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ અને ઓડિશા જેવા મોટા રાજ્યો સહિત દેશભરના 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેના પ્રભારીઓ અને સહ-પ્રભારીઓની જાહેરાત કરી છે. તાજેતરમાં જ સાંસદ બનેલા સંબિત પાત્રાને પણ આમાં મોટી જવાબદારી મળી છે અને તેમને ઉત્તર-પૂર્વના સંયોજક બનાવવામાં આવ્યા છે.

ભાજપે અનેક રાજ્યોના પ્રભારી બદલ્યા

ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધ્યક્ષ જેપી નડ્ડાએ વિવિધ રાજ્યો માટે રાજ્ય પ્રભારી અને સહ-પ્રભારીની નિમણૂક કરી છે. ભાજપે અનેક રાજ્યોના પ્રભારી બદલ્યા છે. હરિયાણાના પ્રભારી બિપ્લવ દેવના સ્થાને ડૉ. સતીશ પુનિયાને નવા રાજ્ય પ્રભારી બનાવવામાં આવ્યા છે. જ્યારે રાજ્યસભાના સાંસદ સુરેન્દ્ર નાગરને સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે. સાથે જ લક્ષ્મીકાંત વાજપેયીને ઝારખંડના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :  Anant-Radhika Wedding Guest List: સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત આ દિગ્ગજોને મુકેશ અંબાણીએ આપ્યું આમંત્રણ, જુઓ ગેસ્ટ લિસ્ટ

Read More