BJP Bangal Bandh:પશ્ચિમ બંગાળમાં બંધ વચ્ચે હિંસા, ભાજપ નેતા પર થયો ગોળીબાર

August 28, 2024

BJP Bangal Bandh: ભારતીય જનતા પાર્ટી (BJP)ના બંગાળ બંધને  (Bangal Bandh) હિંસક બનતું જોવા મળી રહ્યું છે. ભાટપારા વિસ્તારમાં બીજેપી નેતા પ્રિયાંશુ પાંડેને ગોળી વાગી છે, તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ટીએમસીના એક કાર્યકર્તાએ નેતા પ્રિયંગુ પાંડે પર 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું છે.

પશ્ચિમ બંગાળમાં બંધ વચ્ચે હંગામો શરુ થયો

ભાજપે આજે પશ્ચિમ બંગાળમાં 12 કલાકના બંધનું એલાન આપ્યું છે. રાજધાની કોલકાતામાં મંગળવારે (27 ઓગસ્ટ) પ્રદર્શનકારીઓએ રેપ-મર્ડર કેસને લઈને રાજ્ય સચિવાલય ‘નબન્ના’ તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન તેમની પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ અને વોટર કેનનનો આશરો લીધો હતો. પોલીસ કાર્યવાહીના વિરોધમાં ભાજપે આજે સવારે 6 વાગ્યાથી પશ્ચિમ બંગાળમાં 12 કલાકના બંધનું એલાન કર્યું છે. ભાજપના કાર્યકર્તાઓ રસ્તા પર વિરોધ કરતા જોવા મળી રહ્યા છે. પોલીસે ભાજપના અનેક કાર્યકરોની અટકાયત પણ કરી છે.

ભાજપ-ટીએમસી કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ

બંગાળમાં બંધ વચ્ચે હંગામો શરુ થયો છે. માલદામાં ભાજપ-ટીએમસી કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું છે. બંધ દરમિયાન બંને પક્ષના સમર્થકો એકબીજા સાથે ઘર્ષણમાં પડ્યા હતા. ટીએમસી અને ભાજપના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પશ્ચિમ બર્ધમાનમાં પણ આવી જ અથડામણ જોવા મળી છે. અહીં બજાર બંધ રાખવાની ચર્ચા થઈ હતી, જે બાદ અથડામણ થઈ હતી.

બીજેપી નેતાની કાર પર ફાયરિંગ

ભાજપના નેતા અર્જુન સિંહે આરોપ લગાવ્યો હતો કે ભાટપરામાં બીજેપી નેતાની કાર પર 6 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે. ભાટપરામાં સ્થાનિક નેતા પ્રિયંગુ પાંડેની કાર પર કેટલાક સ્થાનિક બદમાશોએ ગોળીબાર કર્યો હતો. આ પછી તેઓ ત્યાંથી ભાગી ગયા હતા. અર્જુન સિંહે આરોપ લગાવ્યો કે ગોળીબારમાં બીજેપી નેતા રવિ સિંહ ઘાયલ થયા છે. રાજ્ય ભાજપ દ્વારા 12 કલાકના બંધના એલાન વચ્ચે પ્રિયંગુ પાંડેની કાર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

ભાજપના ધારાસભ્યનો આરોપ

ભાજપના ધારાસભ્ય અશોક કીર્તનિયાએ કહ્યું છે કે, બંધ ચાલુ છે. પોલીસ કંઈ કરી શકતી નથી, તેથી જ ટીએમસીના કાર્યકરો અહીં છે. મમતા (મુખ્યમંત્રી મમતા બેનર્જી)એ તેમને મોકલ્યા. અમે અહીંથી ખસીશું નહીં, અમે લડત ચાલુ રાખીશું.”

મમતા સરકારે કર્મચારીઓને આપી ચેતવણી

મમતા સરકારે કહ્યું છે કે બંધ નથી અને જે સરકારી કર્મચારીઓ ઓફિસ નહીં પહોંચે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વિરોધકર્તાઓએ રાજ્ય સચિવાલય ‘નબન્ના’ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો ત્યારે મંગળવારે બપોરે અનેક સ્થળોએ તેઓની પોલીસ સાથે અથડામણ થઈ અને કોલકાતા અને હાવડાની શેરીઓમાં મોટા પાયે હિંસા થઈ. હિંસા લગભગ ચાર કલાક સુધી ચાલી હતી, જેમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને મહિલા પ્રદર્શનકારીઓ સહિત બંને પક્ષોના ઘણા લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે રાજ્યભરમાં 200 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો :  Gujarat Rain forecast: આજે આ 8 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ

Read More

Trending Video