Bihar: જહાનાબાદના સિદ્ધેશ્વરનાથ મંદિરમાં નાસભાગ મચી, 8ના મોત, અનેક ઘાયલ

August 12, 2024

Bihar: બિહારના (Bihar) જહાનાબાદ ( Jehanabad) જિલ્લામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે .બિહારના જહાનાબાદમાં શ્રાવણના સોમવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં બાબા સિદ્ધેશ્વર નાથ મંદિરની (SiddheshwarNath Temple) બહાર નાસભાગમાં આઠ લોકોના મોત થયા છે જ્યારેઅનેક લોકો ઘાયલ થયા છે.તેમજ મૃત્યુઆંક હજુ વધી શકે છે. જિલ્લાના ડીએમએ શ્રદ્ધાળુઓના મોતની પુષ્ટિ કરી છે.

શ્રાવણના ચોથા સોમવારે જહાનાબાદમાં મોટી દુર્ઘટના

ઘટનાની માહિતી મળતા જ પોલીસ પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.અને રાહત અને બચાવ કાર્ય તાત્કાલિક શરૂ કરવામાં આવ્યું હતું. વાસ્તવમાં શ્રાવણ મહિનામાં બાબા સિદ્ધેશ્વર નાથ મંદિરમાં જળ ચઢાવવા માટે મોટી ભીડ હોય છે.જેમાં ખાસ કરીને સોમવારે ભીડ વધે છે. જેને જોતા ગત રવિવાર રાતથી જ જળઅર્પણ કરવા લોકોના ટોળા આવવા લાગ્યા હતા. તમને જણાવી દઈએ કે અહીં પહાડની ટોચ પર બાબા સિદ્ધેશ્વર નાથ મંદિર છે અને લોકો તેના પર ચડીને અહીં જળ ચઢાવવા જાય છે.

નાસભાગમાં 8ના મોત, અનેક ઘાયલ

ઘટનાની માહિતી આપતા પોલીસે જણાવ્યું કે શ્રાવણના સોમવારના દિવસે ભગવાન શિવને જળાભિષેક કરવા મંદિર તરફ જતા માર્ગ પર સીડીઓ પાસે અચાનક ભાગદોડ મચી ગઈ હતી , જેમાં ભક્તો કચડાઈ ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા.તેમના મૃતદેહને જહાનાબાદ સદર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે . આ અકસ્માતમાં 12થી 15 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.મંદિર વિસ્તારમાં તૈનાત પોલીસકર્મીઓ અને સ્વયંસેવકોની મદદથી રાહત અને બચાવ કાર્ય કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : SEBI ચીફે કેમ નથી આપ્યું રાજીનામું, હિંડનબર્ગના રિપોર્ટ પર રાહુલે આપી પ્રતિક્રિયા

Read More

Trending Video