Bihar: પટનામાં બીજેપી નેતાની ગોળી મારીને હત્યા, નેતાના ઘરની સામે જ થયો એટેક

August 14, 2024

Bihar:  રાજધાની પટનામાં (Patna) ખુલ્લે આમ ગુનાખોરીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ગુનેગારોને જાણો કાયદાનો ડર જ ના હોય તે પ્રમાણે લોકોને નિશાન બનાવી રહ્યા છે. ત્યારે પટણામાં ભાજપના નેતાની ( BJP leader) ગોળી મારી હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે.

પટનામાં ભાજપના નેતાની ગોળી મારી હત્યા

ગુનેગારોએ પટના શહેરના આલમગંજ પોલીસ સ્ટેશનની (Alamganj Police Station) હદમાં આવેલા બજરંગપુરી વિસ્તારમાં બીજેપી નેતા અજય શાહની (Ajay Shah) તેમના ઘર પાસે જ ગોળી મારીને હત્યા કરી દીધી હતી.આ ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી હતી.

અજાણ્યા બદમાશોએ કર્યો હુમલો

આ મામલે પોલીસ નજીકમાં લગાવેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે જેથી ગુનેગારોને ઓળખી શકાય. પોલીસ ઘટના સાથે જોડાયેલા દરેક મુદ્દાની તપાસ કરી રહી છે.જાણકારી મુજબ મૃતક અજય શાહ ભાજપના બજરંગપુરી વિભાગના પૂર્વ મહાસચિવ હતા.આ સમગ્ર મામલે પોલીસનું કહેવું છે કે આ ઘટના પાછળનું કારણ શું હોઈ શકે તે અંગે પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ ટીમ ઝડપથી કામ કરી રહી છે. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે બે અજાણ્યા બદમાશો બાઇક પર આવ્યા હતા. તેણે જ આ ઘટનાને અંજામ આપ્યો છે.

 અગાઉ પણ પટનામાં નેતા પર થયો હતો હુમલો

તમને જણાવી દઈએ કે આ પહેલા 25 એપ્રિલે બિહારની રાજધાની પટનામાં JDU નેતા સૌરવ કુમારની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગોળી વાગ્યા બાદ સૌરવ કુમારને કાંકરબાગની ઉમા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત થયું હતું.

આ પણ વાંચો : Gandhinagar : સાબરમતી નદીમાં દશામાંની મૂર્તિ વિસર્જન દરમિયાન કિશોરીને બચાવવા જતા 5 લોકો ડુબ્યા, 3 ના મોત

Read More

Trending Video