Bigg Boss 18: શુ બિગ બોસ 18મા યુટ્યુબરના પ્રવેશ પર પ્રતિબંધ?

September 22, 2024

Bigg Boss 18 : ‘બિગ બોસ 18’નો પ્રોમો ગમે ત્યારે આવી શકે છે. આ પ્રોમોમાં ઘરની ઝલક જોવા મળશે. આ પ્રોમોમાં કેટલાક સ્પર્ધકોની ઝલક પણ જોવા મળી શકે છે, હવે શોમાં કોણ એન્ટ્રી કરશે તે પ્રશ્ન દિવસ-રાત ફેન્સના મનમાં ચાલી રહ્યો છે. દરમિયાન, પ્રોમો પહેલા, સલમાન ખાનના શોને લઈને એક ખાસ અપડેટ સામે આવ્યું છે. આ વખતે મેકર્સે એક પ્લાન બનાવ્યો છે.

શું YouTubers બિગ બોસ 18 નો ભાગ નહીં બને?

બિગ બોસ 18(Bigg Boss 18)ની ટીઆરપી વધારવા માટે નિર્માતાઓએ એક નવી ગેમ રમી છે. અને તેમણે શોમાં કોઈની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દીધો છે. અત્યાર સુધી, શોમાં દેખાઈ શકે તેવા ઘણા સ્પર્ધકોના નામ સામે આવ્યા છે. હવે મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે બિગબોસ 18(Bigg Boss 18) મા યુટ્યુબર્સને ટીવી અને બોલિવૂડ સેલેબ્સ સાથે એન્ટ્રી નહીં મળે. વાસ્તવમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે મેકર્સે આ વખતે શોમાં યુટ્યુબર્સને સામેલ ન કરવાની યોજના બનાવી છે.

નવી સીઝન ટીવી અને બોલિવૂડ સ્ટાર્સના નામ રહેશે!

તમે જોયું જ હશે કે છેલ્લી કેટલીક સીઝનમાં બિગ બોસમાં ઘણા બધા યુટ્યુબર્સ આવી રહ્યા છે. બિગ બોસ 17(Bigg Boss 17) હોય કે ઓટીટી સીઝન(Bigg Boss Ott 2) 2 અને 3, બિગ બોસ(Bigg Boss) માં માત્ર સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને યુટ્યુબર્સ જ લાંબા સમયથી જોવા મળે છે. પરંતુ આ વખતે મેકર્સે નવો રસ્તો અપનાવવાનું નક્કી કર્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પહેલાની જેમ આ સીઝન માત્ર ટીવી અને બોલિવૂડ સેલેબ્સને જ સમર્પિત કરવામાં આવશે. આ વખતે શોમાં તમામ ટીવી અને બોલિવૂડ સ્ટાર્સ સામેલ થશે.

આ પણ વાંચો :

Surya Grahan 2024: અમાસે સૂર્યગ્રહણ,આ રાશીના જાતકોને ફાયદો

Read More

Trending Video