Nepal : પાડોશી દેશ નેપાળમાં (Nepal) એક દુ:ખદ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીં તનાહુન જિલ્લાના અબુખૈરેની વિસ્તારમાં ભારતીય મુસાફરોથી (Indian passengers) ભરેલી બસ મર્સ્યાંગદી નદીમાં પડી હતી. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા હતા. 16થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.
40 ભારતીય મુસાફરોથી ભરેલી બસ નદીમાં પડી
મળતી માહિતી મુજબ શુક્રવારે આ બસ પોખરાના માઝેરી રિસોર્ટમાં રોકાયેલા ભારતીય મુસાફરોને લઈને કાઠમંડુ માટે રવાના થઈ હતી. પરંતુ તે અધવચ્ચે જ નદીમાં ફસાઈ ગઈ હતી. આ બસમાં 40 મુસાફરો હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 14 લોકોના મોતના સમાચાર આવી રહ્યા છે. જ્યારે 16 ઘાયલ મુસાફરોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે. હાલ બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે .
Nepal | “14 bodies retrieved from the site of the bus accident,” confirms Kumar Neupane, Spokesperson for the Armed Police Force. https://t.co/N6n2Kj8xUe
— ANI (@ANI) August 23, 2024
બચાવ કાર્ય શરૂ
પોલીસ અને રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. સ્થાનિક વહીવટીતંત્ર અકસ્માતના કારણની તપાસ કરી રહ્યું છે. મૃતકોના પરિવારજનોને આશ્વાસન અને સમર્થન આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
પોલીસે આપી માહિતી
ડીએસપી દીપકુમાર રાયાએ જણાવ્યું કે બસનો નંબર UP FT 7623 છે. બસ નેપાળના પોખરા શહેરથી રાજધાની કાઠમંડુ જઈ રહી હતી ત્યારે અચાનક નદીમાં પડી ગઈ હતી. આ અકસ્માત સવારે સાડા અગિયાર વાગ્યાની આસપાસ થયો હતો. પસાર થતા લોકોએ બસને નદીમાં પડતી જોઈ અને પોલીસને જાણ કરી. બસ અનવુખૈરેનીના આઈના પહરા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો.