મહાઠગ Sukesh Chandrashekharને કોર્ટમાંથી જામીન મળી ગયા, પણ જેલમાંથી બહાર આવવું મુશ્કેલ

August 30, 2024

Sukesh Chandrashekhar: દેશના પ્રખ્યાત ઠગ સુકેશ ચંદ્રશેખરને શુક્રવારે દિલ્હીની કોર્ટમાંથી એક કેસમાં જામીન મળી ગયા છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સુકેશ ચંદ્રશેખરને 2 પત્તી ચૂંટણી ચિન્હ કેસમાં જામીન આપ્યા છે. જોકે, આટલું છતા સુકેશ હજુ જેલમાંથી બહાર આવી શકશે નહીં. EDના PMLA અને દિલ્હી પોલીસના MCOCA જેવા પેન્ડિંગ કેસને કારણે તે જેલમાં જ રહેશે.

અખિલ ભારતીય અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK)ના ચૂંટણી ચિન્હ ‘બે પાંદડા’ સંબંધિત લાંચના કેસમાં દિલ્હીની એક અદાલતે સુકેશ ચંદ્રશેખરને જામીન આપ્યા છે. વિશેષ ન્યાયાધીશ વિશાલ ગોગણેએ સુકેશને રૂ.5 લાખના અંગત બોન્ડ પર રાહત આપી હતી. ચંદ્રશેખર પર મધ્યસ્થીની ભૂમિકા ભજવવાનો અને AIADMK નેતા TTV ધિનાકરણને લાંચ આપવાનો આરોપ છે.

આ કેસમાં ચંદ્રશેખરની 2017માં ધરપકડ કરવામાં આવી હતી

200 કરોડની છેતરપિંડીનો આરોપી સુકેશ ચંદ્રશેખર પર એઆઈએડીએમકેના નેતા ટીટીવી ધિનાકરણની સાથે વીકે શશિકલાની આગેવાની હેઠળના પક્ષના જૂથ માટે ‘દો પત્તી’ ચૂંટણી ચિન્હ મેળવવાનો આરોપ છે. સુકેશ પર ચૂંટણી ચિહ્ન મેળવવાના ઈરાદાથી ચૂંટણી પંચના અધિકારીને લાંચ આપવાનો પ્રયાસ કરવાનો આરોપ છે.

2017 માં, ચંદ્રશેખરને AIADMKના ડેપ્યુટી જનરલ સેક્રેટરી ટીટીવી ધિનાકરણના વચેટિયા હોવાનો દાવો કરવા અને ‘દો પત્તી’ના ચૂંટણી પ્રતીક મેળવવાનું વચન આપવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે દક્ષિણ દિલ્હીની એક ફાઈવ સ્ટાર હોટલમાંથી તેની ધરપકડ કરી હતી. દો પત્તી ચૂંટણી ચિન્હ કેસમાં સુકેશ ચંદ્રશેખરે ચૂંટણી પંચના અધિકારીઓને પોતાના પક્ષમાં પ્રભાવિત કરવા માટે 50 કરોડ રૂપિયાની માંગણી કરી હતી.

 

આ પણ વાંચો: Cyclone Asna: ગુજરાતમાં વરસાદ અને પૂરનું કારણ બન્યુ ‘અવડાબ’ , પાકિસ્તાનમાં ચક્રવાત ‘આસ્ના’માં બદલાયું

Read More

Trending Video