MP Politics : લોકસભા ચૂંટણી 2024 (LokSabha Elections 2024) પહેલા મધ્યપ્રદેશમાં (Madhya Pradesh) કોંગ્રેસને (Congress) ફટકો આપતા, પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પચૌરી(Suresh Pachouri), પૂર્વ સાંસદ ગજેન્દ્ર સિંહ રાજુખેડી (Gajendra Singh Rajukhedi) અને પાર્ટીના ભૂતપૂર્વ ધારાસભ્ય સંજય શુક્લા (Sanjay Shukla) અને અન્ય ઘણા નેતાઓ શનિવારે ભાજપમાં (BJP) જોડાયા હતા. આ દરમિયાન ભોપાલમાં પાર્ટી હેડક્વાર્ટરમાં નેતાઓ વચ્ચે હાસ્ય અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. કૈલાશ વિજયવર્ગીય વિધાનસભા ચૂંટણીમાં તેમના વિરોધી સંજય શુક્લાને કેસરિયો ખેસ પહેરાવી કહ્યુંલ હતું… તારી ગાળો સાંભળી અને તને જ લઈ રહ્યો છું.
સંજય શુક્લાએ કૈલાશ વિજયવર્ગીય પર લગાવ્યા હતા આક્ષેપો
તમને જણાવી દઈએ કે, સંજય શુક્લા 2023ની વિધાનસભા ચૂંટણીમાં ઇન્દોર-1 બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હતા. કોંગ્રેસના ઉમેદવાર શુક્લાએ ભાજપના ઉમેદવાર કૈલાશ વિજયવર્ગીય પર ચૂંટણી મંચ પરથી પશ્ચિમ બંગાળમાં કેસ નોંધવા અને જમીન માફિયાઓને આશ્રય આપવા જેવા આક્ષેપો કર્યા હતા. મતદાનના દિવસે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી.
કૈલાશ વિજયવર્ગીયએ કોંગ્રેસના સંજય શુક્લાને હરાવ્યા હતા
જો કે, કૈલાશ વિજયવર્ગીય કોંગ્રેસના સંજય શુક્લાને 57 હજાર 719 મતોથી હરાવીને ધારાસભ્ય બન્યા હતા અને હવે રાજ્યની મોહન સરકારમાં મંત્રી છે. ત્યારે હવે પાર્ટી હેડક્વાર્ટર ખાતે, કૈલાશ વિજયવર્ગીયએ સંજય શુક્લાને કેસરિયો ખેસ પહેરાવ્યો હતો અને કહ્યું, “…#&*^% તારી ગાળો સાંભળી, હવે તને પાર્ટીમાં લઈ રહ્યો છું…”
સંજય શુક્લાએ વિજયવર્ગીયના પગે પડી આશીર્વાદ લીધા
આ સાંભળીને સંજય શુક્લા ખળખળાટ હસી પડ્યા અને બીજેપીના વરિષ્ઠ નેતા વિજયવર્ગીયના પગને સ્પર્શ કરીને કહ્યું – “હું તમારું બાળક છું.” આ દરમિયાન વિજયવર્ગીયએ શુક્લાની પીઠ થપથપાવીને આશીર્વાદ પણ આપ્યા હતા.
કોણ છે સંજય શુક્લા?
સંજય શુક્લા ઈન્દોરના એક શ્રીમંત પરિવાર સાથે સંબંધ ધરાવે છે. વિધાનસભા ચૂંટણી માટેના સોગંદનામામાં શુક્લા, જે કોંગ્રેસના ઉમેદવાર હતા, તેમણે 200 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જાહેર કરી હતી. સંજય શુક્લાએ 2018ની ચૂંટણીમાં ભાજપના સુદર્શન ગુપ્તાને હરાવીને જીત મેળવી હતી. સંજય શુક્લાના પિતા વિષ્ણુ પ્રસાદ શુક્લા ઉર્ફે બડે ભૈયા કે જેઓ હવે ભાજપમાં જોડાયા છે તે ભાજપના મજબૂત નેતા છે. એક રીતે આને હવે સંજયની ‘ઘર વાપસી’ માનવામાં આવી રહી છે.
કોંગ્રેસના ઘણા મોટા નેતા ભાજપમાં જોડાયા
તમને જણાવી દઈએ કે, શનિવારે સવારે ભોપાલમાં બીજેપીના પ્રદેશ મુખ્યાલયમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ વીડી શર્મા અને પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણની હાજરીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુરેશ પચૌરી, પૂર્વ સાંસદ ગજેન્દ્ર સિંહ રાજુખેડીએ હાજરી આપી હતી. પૂર્વ ધારાસભ્ય સંજય શુક્લા, વિશાલ પટેલ અને અર્જુન પાલિયા, આલોક ચાંસોરિયા, ભોપાલ કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ કૈલાશ મિશ્રા અને અન્ય કોંગ્રેસી નેતાઓએ ભાજપનું સભ્યપદ ગ્રહણ કર્યું હતું.
સુરેશ પચૌરી કોણ છે ?
સુરેશ પચૌરી વિશે વાત કરવામા આવે તો સુરેશ પચૌરી ગાંધી પરિવારની નજીક હતા. તેઓ કેન્દ્ર સરકારમાં સંરક્ષણ રાજ્ય મંત્રી પણ હતા. તેઓ સૌથી જૂની પાર્ટીના ચાર વખત રાજ્યસભાના સભ્ય પણ હતા. પચૌરી અગાઉ કોંગ્રેસમાં અનેક મહત્ત્વના હોદ્દા સંભાળી ચૂક્યા છે, જેમાં પાર્ટીના મધ્ય પ્રદેશ એકમના પ્રમુખ પદનો પણ સમાવેશ થાય છે. તેઓ યુથ કોંગ્રેસના રાજ્ય એકમના અધ્યક્ષ પણ હતા.
ગજેન્દ્ર સિંહ રાજુખેડી કોણ છે ?
જ્યારે આદિવાસી નેતા ગજેન્દ્ર સિંહ રાજુખેડી ધાર (અનુસૂચિત જનજાતિ) કોંગ્રેસમાથી લોકસભા બેઠક પરથી 1998, 1999 અને 2009 માં એમ ત્રણ વખત સાંસદ તરીકે ચૂંટાયા. કોંગ્રેસમાં જોડાતા પહેલા રાજુખેડી 1990માં ભાજપના ધારાસભ્ય તરીકે પણ ચૂંટાયા હતા.