Bhuj માં ઝુરા ગામે બુટલેગરો બન્યા બેફામ, મહિલાએ દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરતા માર્યો માર

December 2, 2025

Bhuj : ગુજરાત જ્યાં દારૂબંધી છે અને તેની મોટી મોટી વાતો કરવામાં આવે છે. આ એ ગુજરાત છે જ્યાં દારૂબંધી છે પણ છતાં દારૂ ખુલ્લેઆમ મળી રહ્યો છે. અને આ જ દારૂના દૂષણ સામે છેલ્લા થોડા દિવસથી રાજ્યમાં રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે. અને હવે અલગ અલગ જગ્યાએથી દારૂના અડ્ડાઓ પર મહિલાઓ જનતા રેડ પાડી રહી છે. અને તેના વીડિયોએ પણ ગુજરાતમાં દારૂબંધીની વાતો પર મોટા સવાલો ઉભા કર્યા છે. અને જે રીતે સરકાર મોટા મોટા દારૂ ઝડપવાના દવાઓ કરી રહી છે તેના પર પણ પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. ત્યારે હવે કચ્છના ભુજમાં આવેલા ઝૂરા ગામમાંથી દારૂના વેચાણના વિડીયો સામે આવ્યા છે. અને આ મામલે મહિલાઓ રોષે ભરાઈ અને પોલીસ સ્ટેશન પહોંચી છે.

કચ્છમાંથી વધુ એક જનતા રેડનો મામલો સામે આવ્યો છે. ભુજના ઝૂરા ગામમાં બુટલેગરો બેફામ બન્યા છે. મહિલાએ દેશી દારૂનાં અડ્ડા પર જનતા રેડ કરતા બુટલેગરએ મહિલાને માર માર્યો. પીડિત મહિલા માધાપર પોલીસ મથકે બુટલેગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પહોંચી. બુટલેગર સામે ફરિયાદ નોંધવામાં માધાપર પોલીસની ઢીલી નીતિના કારણે મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ બુટલેગરને છાવરતી હોવાનો મહિલાએ આક્ષેપ કર્યો છે. માધાપર પોલીસ મથકે કોંગેસ કાર્યકરોએ વિરોધ કર્યો હતો. મહિલા સાથે બુટલેગરનો ગેરવર્તન કરતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મહિલાએ પોલીસ સમક્ષ દારૂનો અડ્ડો બંધ કરવા ન્યાય માટેની માંગ કરી છે. ત્યારે જોવાનું રહ્યું કે પોલીસ આ મામલે શું પગલાં લે છે.

આ પણ વાંચોPravin Ram : AAP નેતા પ્રવીણ રામ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ, બોટાદ કડદા કાંડના આંદોલન બાદ હાલ જેલમાં બંધ

Read More

Trending Video