Bhima Dula Odedra : સૌરાષ્ટ્રની ધરતી આમ તો તેની ખુમારી માટે જાણીતી છે. અને તેમાં પણ પોરબંદર ગાંધીજીના નામથી સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. પરંતુ પોરબંદરનો ઇતિહાસ તેટલો જ વિપરીત એટલે લોહિયાળ રહ્યો છે. આમ તો પોરબંદરના લોહિયાળ ઇતિહાસમાં ઘણા મોટા માથાઓથી કંડારેલો છે. આ ઇતિહાસનો એક હિસ્ટ્રીશીટર એટલે ભીમા દુલા ઓડેદરા. પોરબંદરમાં 2004માં બે વ્યક્તિની હત્યા કર્યા બાદ આજે આટલા વર્ષો બાદ પોલીસના સકંજામાં આવનાર ભીમા દુલા ઓડેદરા (Bhima Dula Odedra )ને પકડવા માટે પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો.
પોરબંદર (Porbandar)ના કુખ્યાત ભીમા દુલા ઓડેદરા (Bhima Dula Odedra )ની આદિત્યાણા ગામમાંથી પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આદિત્યાણા ગામે મોટું ઓપરેશન પાર પડ્યું હતું. આ ઓપરેશનમાં પોલીસે પાંચ અલગ અલગ ટીમો બનાવી જેમાં એક ટીમનું માર્ગદર્શન ગ્રામ્ય નાયબ પોલીસ અધ્યક્ષ સુરજિત મહેડુ અને તેમનો સ્ટાફ અને બીજી ટીમમાં કમલાબાગ પોલીસ સ્ટેશનના પીઆઇ આર.સી. કાનમિયા અને તેમનો સ્ટાફ અને ત્રીજી ટીમ રાણાવાવ પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એન.તળાવિયા અને તેમનો સ્ટાફ LCB પીઆઇ આર.કે.કાંબરીયા અને તેમનો સ્ટાફ તથા પાંચમી ટીમ લિવ રિઝર્વ પીઆઇ એમ એલ આહીર તથા એલસીબી સ્ટાફ દ્વારા ભીમા દુલા ઓડેદરાના આદિત્યાણા ખાતે તેના ઘરે રેડ કરી ભીમા દુલા ઓડેદરા તથા મશરી લખમણ ઓડેદરાની ધરપકડ કરવામાં આવી.
આ ઓપરેશનમાં ભીમા દુલાની વાડીમાંથી 50 લાખ રોકડ અને હથિયારોમાં બાર બોર તથા એરગન અને ધારિયા, કુહાડી, તલવાર, નાની છરીઓ, ભાલાસ્ટીક, નાના મોટા ધોકા અને ગેડીયા મળી આવ્યા છે. આ સાથે જ ભીમા દુલા સહિત અન્ય ત્રણ શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી છે. ભીમા દુલા અને તેમના સાથીઓએ આદિત્યાણા ગમના ઈસ્માઈલ ઉર્ફે ટીટી અને તેના પુત્રની ભરબજારમાં સરાજાહેર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હતી. 2004માં કરાયેલી આ હત્યાનો ગુજરાત હાઈકોર્ટમાં 13 વર્ષ બાદ ચુકાદો આવ્યો અને કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી. 15 દિવસ પહેલા બોરીચા ગામમાં મારામારીની ઘટના બની હતી અને આ ઘટનામાં તેનું નામ સામે આવતા પોલીસે છટકું ગોઠવી સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું.
આ પણ વાંચો : Narayan Sai Bail : આસારામના પુત્ર નારાયણ સાંઈના જામીન મંજુર કરાયા, ગુજરાત હાઇકોર્ટે ટૂંકાગાળાના જામીન કર્યા મંજુર