Bhima Dula Odedra : પોરબંદરના કુખ્યાત ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરાના કેસમાં મોટો ખુલાસો, હથિયારોને લઈને હવે કોને પોલીસે પકડ્યા ?

October 19, 2024

Bhima Dula Odedra : પોરબંદરનો કુખ્યાત ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરાની ગઈકાલે આદિત્યાણા ગામમાં પોલીસે છટકું બેસાડી ધરપકડ કરી હતી. અને આ ઓપરેશન પર પાડવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં તેની વાડીમાંથી મળેલ હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતા. આ હથિયારો તેના પુત્ર અને પુત્રવધુના નામ પર હતા. જેના કારણે હવે આ બંને સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. પોરબંદરના આદિત્યાણા ગામમાં પર પડાયેલ ઓપરેશનમાં એક બાદ એક નવા ખુલાસાઓ થઇ રહ્યા છે.

ગઈકાલે પોલીસે આદિત્યાણા ગામે મોટું ઓપરેશન પાર પાડ્યું હતું. આ ઓપરેશનમાં પોલીસે પાંચ અલગ અલગ ટીમો બનાવી હતી. ભીમા દુલા ઓડેદરાના આદિત્યાણા ખાતે તેના ઘરે રેડ કરી ભીમા દુલા ઓડેદરા તથા મશરી લખમણ ઓડેદરાની ધરપકડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન વાડીમાંથી 50 લાખ રોકડ અને હથિયારોમાં બાર બોર તથા એરગન અને ધારિયા, કુહાડી, તલવાર, નાની છરીઓ, ભાલા સ્ટીક, નાના મોટા ધોકા અને ગેડીયા મળી આવ્યા હતા. જેને લઈને આજે મોટો ખુલાસો પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો.

શું થયા નવા ખુલાસાઓ ?

આદિત્યાણા ગામમાં પાર પડાયેલ ઓપરેશનમાં હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતા. આ હથિયારોને લઈને વધુ ખુલાસાઓ પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા. હથિયારની શરતો મુજબ નિયમ કરતા વધુ કારતુસ પોલીસે કબ્જે કર્યા હતા. હથિયારના લાઈસન્સ નિયમ મુજબ 100 કારતુસ રાખવાના હોય છે. 100થી વધારે કારતુસ મળતા લખમણ ઓડેદરા અને સંતોકબેન લખમણ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. લાયસન્સની શરતો ભંગની આ બન્ને સામે ફરિયાદ નોંધાઇ છે. પોરબંદરમાં પોલીસે આદિત્યાણા નજીક બોરિચા ગામથી કુખ્યાત ગેંગસ્ટર ભીમા દુલા સહિત ચાર શખ્સોની ધરપકડ કરી હતી. ભીમા દુલા ઓડેદરા ધરપકડની સાથે પોલીસે હથિયારો અને રોકડ પણ કબ્જે કરી હતી. દરોડા દરમિયાન પોલીસને 70 જેટલા હથિયારોનો મોટો જથ્થો અને 50 લાખ રૂપિયાથી વધુની રકમ પણ જપ્ત કરાઈ છે.

આ પણ વાંચોHoroscope: કોની પર રહેશે હનુમાનજીની કૃપા, જાણો તમારું રાશિફળ

Read More

Trending Video