Bhima Dula Odedra: પોરબંદરમાં કુખ્યાત ગેંગનાં લીડર ભીમા લીડરની ફરી એકવાર ધરપકડ કરવામાં આવી છે. રાણાવાવ પોલીસે પ્રોહિબિશનનાં એક કેસમાં ગુનાહિત ઇતિહાસ ધરાવનાર ભીમા દુલા ઓડેદરાની અટકાયત કરી છે. નોંધનીય છે કે, ગઈકાલે મારામારીના કેસમાં ધરપકડ થઈ હતી. જ્યારે આજે ભીમા દુલાને કોર્ટે જામીન પણ આપ્યા હતા.
મળતી માહિતી અનુસાર પોરબંદરમાં ગુનાહિત ઇતિહાસ ધરાવનાર ભીમા દુલા ઓડેદરાની પોલીસે ધરપકડ કરી છે એટલે કે એકવાર ફરી ભીમા દુલાની અટકાયત કરવામાં આવી છે. માહિતી મુજબ પ્રોહિબિશનનાં એક કેસમાં રાણાવાવ પોલીસે તેની અટકાયત કરી છે. જો કે, ભીમા દુલા ઓડેદરા પર પોલીસની કડક કાર્યવાહીથી પોરબંદરનાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે મારામારીનાં કેસમાં ભીમા દુલાની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આજે કોર્ટથી ભીમા દુલાને જામીન મળ્યા હતા. પરંતુ, જામીન પર છૂટ્યા બાદ ભીમા દુલા ફરી રાણાવાવ પોલીસના સંકજામાં આવ્યો છે. ગઈકાલે હથિયારોનાં લાઇસન્સની શરતનો ભંગ કરવા બાબતે રાણાવાવ પોલીસે ભીમા દુલા ઓડેદરાના પુત્ર લખમણ ઓડેદરા અને પુત્રવધુ સંતોકબેન ઓડેદરા સામે ગનો નોંધ્યો હતો અને ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરા સહિત 4 લોકોની ધરપકડ કરી હતી.