Bhilpradesh Demand : ભરૂચ (Bharuch) આમ તો આદિવાસીઓનો ગઢ માનવામાં આવે છે. ભરૂચ (Bharuch)માં ભાજપના સાંસદ મનસુખ વસાવા (Mansukh Vasava) અને ડેડીયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) વચ્ચે જંગ ચાલતો જ રહે છે. મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે વાક્યુદ્ધ હંમેશા ચાલતું રહે છે. સામાન્ય રીતે તેઓ વિકાસના કામોને લઈને તેઓ આક્ષેપ પ્રતિઆક્ષેપ કરતા રહે છે. ત્યારે હવે તો ભીલપ્રદેશ (Bhilpradesh Demand)ની માંગ સાથે તેઓ મેદાને ઉતાર્યા છે.
ચૈતર વસાવાએ કરી ભીલ પ્રદેશની માંગ
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ અલગ ભીલ પ્રદેશની માંગ મુદ્દે ચીમકી ઉચ્ચારી છે. ડેડીયાપાડાના ધારાસભ્યએ રાજપીપળામાં એક કાર્યક્રમ કહ્યું હતું, કે જો આદિવાસીઓનો વિકાસ કરવામાં આવશે નહીં તો રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતનાં આદિવાસી વિસ્તારોના આદિવાસીઓ એક થઈને અલગ ભીલ પ્રદેશની માંગ કરીશું. કેવડિયાને ભીલ પ્રદેશનું પાટનગર બનાવી વિકાસ કરીશું.
સાંસદ મનસુખ વસાવાએ ભીલપ્રદેશ મુદ્દે આપ્યો જવાબ
ત્યારે મનસુખ વસાવાએ રાજપૂત સમાજના એક કાર્યક્રમમાં ચૈતર વસાવાના ભીલ પ્રદેશની માંગણી કરવામાં આવી હતી તેને લઈને જવાબ આપ્યો છે અને કહ્યું છે કે આજે અખંડ ભારત છે આજે મજબૂત ભારત છે. ત્યારે મને ખબર છે કે આ કહેવાથી મને કેટલું નુકશાન છે પરંતુ મને કોઈનાથી ડર નથી. કારણકે પહેલા રાષ્ટ્ર હોય. ત્યારે આવા કેટલાય આવી ગયા ત્યારે આવા અલગાવવાદીઓ દેશને તોડવાનું કામ કરી રહ્યા છે.
આ પણ વાંચો : Bharuch : ગુજરાતમાં સરકારના વિકાસના પોકળ દાવાઓ, 25 વર્ષની ગેરેંટીવાળા બ્રિજમાં 3 મહિનામાં જ ગાબડા પડ્યા