Bhikhusinh Parmar : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અંધશ્રદ્ધાની આડમાં બનતા ગુનાઓ સામે આવી રહ્યા છે. જે બાદ હમણાં જ રાજ્ય સરકારે કાળાજાદુ અને અંધશ્રદ્ધા વિરોધી બિલ વિધાનસભામાં પસાર કર્યું. આ બિલ પસાર કરવાનું કારણ તો એજ છે કે કોઈ આ પ્રકારની અંધશ્રદ્ધાનો ભોગ ન બને. પરંતુ ગુજરાતના મંત્રીઓ જ જાહેરમાં એવું કહે કે ભુવાજીના આશીર્વાદથી હું સાજો થઇ ગયો. ભાજપ સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે (Bhikhusinh Parmar) એક સમારોહમાં આ આ પ્રકારનું નિવેદન આપ્યું હતું. જેનો વિડીયો વાયરલ થતા આ મંત્રીસાહેબ ચર્ચાનો વિષય બની ગયા છે.
તલોદમાં યોજાયેલ રબારી સમાજના એક કાર્યક્રમનો હાલ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ કાર્યક્રમમાં અન્ન અને નાગરીક પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર (Bhikhusinh Parmar) પણ હાજર રહ્યા હતા અને તેમણે વીડિયોમાં એવો બફાટ કર્યો કે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો હતો. આ કાર્યક્રમમાં ભાષણમાં કહ્યું કે, હમણાં તેમને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. પોતાને આવેલા બ્રેઈન સ્ટોકને લઈ ભુવાજીએ વિધિ કરતા આઠમા દિવસે હોસ્પિટલમાંથી રજા આપવાનું કહેલ હતું.. ભુવાજીના કહ્યા મુજબ તેઓને રજા આપતા સા રવાર કરતા તબીબોએ બ્રેઈસ્ટ્રોકના દર્દીમાં ઝડપી રજા આપવાનો પ્રથમ કિસ્સો ગણાવ્યો હતો. આમ દવા કરતાં દુઆ વધારે કામ આવી હોવાનુ પ્રધાન ભીખુસિંહ પરમારે કહ્યુ છે.
હવે વાત એવી છે કે સરકાર એક તરફ અંધશ્રદ્ધા અને કાળાજાદુ વિરોધી બિલ કાયદો લાવે છે. અને બીજી તરફ તેમના જ મંત્રીઓ અંધશ્રદ્ધાની વાતો કરી રહ્યા છે. ત્યારે આ કાર્યક્રમમાં માત્ર સાંસદ શોભના બારૈયા સહિત સ્થાનિક ત્રણ ધારાસભ્યો સહિત સામાજીક આગેવાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : Haryana Election : હરિયાણામાં મતદાનની તારીખમાં થઇ શકે છે ફેરફાર, મંગળવારે ચૂંટણી પંચની જાહેરાત શક્ય