Bhavnagar : આજે દેશભરમાં વિજયાદશમીની ઉજવણી થઇ રહી છે. આજના દિવસે શસ્ત્રપૂજનનું મહત્વ રહેલું છે. આજે દેશભરમાં શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવે છે. આજે ગુજરાતભરમાં ક્ષત્રિયો દ્વારા શસ્ત્રપૂજનના કાર્યક્રમો યોજાયા હતા. આવો જ શસ્ત્રપૂજનનો એક કાર્યક્રમ ભાવનગર ખાતે યોજાયો હતો. ભાવનગર રાજવી પરિવાર દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં યુવરાજ જયવીરરાજસિંહે સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં કરવામાં આવેલ સંબોધનમાં તેમણે ઘણા લોકો પર આડકતરી રીતે પ્રહાર કર્યા હતા. ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે કહ્યું કે, આજના દિવસે જયારે આપણે રામાયણને યાદ કરીયે છીએ ત્યારે તેમાં ક્યારેય વિભીષણને યાદ ના કરતા. જો યાદ કરો તો એ મર્યાદા પુરુષોત્તમ રામના ભાઈ લક્ષ્મણને યાદ કરજો. જેને પોતાના ભાઈ માટે પોતાનું જીવન સમર્પિત કરી નાખ્યું. આ રીતે તેમણે સમાજના એવા વિભીષણો પર પ્રહાર કર્યા જે અંદર રહીને જ પોતાના સમાજ સાથે રમત રમતા હોય.
આ પહેલા જયવીરરાજસિંહે શંકરસિંહ વાઘેલા પર કર્યા હતા પ્રહાર
થોડા સમય પહેલા સમસ્ત ક્ષત્રિય અસ્મિતા મંચનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ક્ષત્રિય સમાજ એકઠો થયો હતો. આ કાર્યક્રમને લઈને પણ યુવરાજ જયવીરરાજસિંહે શંકરસિંહ વાઘેલા પર પ્રહાર કર્યા હતા. અને જાહેરમાં શંકરસિંહ વાઘેલાને જાણે ચેતવણી આપી હોય તેવું જોવા મળ્યું હતું. ત્યારે આ વખતે પણ પોતાના સંબોધન દ્વારા તેને ઘરના ઘાતકીઓ ઉપર પ્રહાર કર્યા છે.
આ પણ વાંચો : Kadi Rock Fall : કડીના જાસલપુરમાં ભેખડ ધસી પડતા 7 મજૂરો દટાયા, 3ના મોત, પોલીસ દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ