Bhavnagar : ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન બાદ ફરી યોજાયેલ ક્ષત્રિય સંમેલન હવે ચર્ચાનો મુદ્દો બન્યો છે. 20 ઓગસ્ટ અમદાવાદમાં રાજપૂત ભવન ખાતે ક્ષત્રિય મહાસંમેલન યોજાયું હતું. જેમાં ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલને અધ્યક્ષ બનાવવામાં આવ્યા. જયારે તેમનું નામ જાહેર થયું હતું ત્યારે યુવરાજ જયવીરરાજસિંહે એક ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટ બાદ જાહેરમાં સતત ભાવનગર રાજવી પરિવારને લઈને અલગ અલગ અટકળો લગાવવામાં આવી રહી છે. જેને લઈને આજે હવે યુવરાજ જયવીરરાજસિંહ મેદાને આવ્યા છે. અને આ સમગ્ર ક્ષત્રિય સંમેલન હોય કે ક્ષત્રિય સમિતિની પોલ છતી કરી છે.
આ વખતે આ ક્ષત્રિય મહાસંમેલનનો મુખ્ય ચહેરો કોઈ હોય તો તે શંકરસિંહ વાઘેલા છે. જેને લઈને હવે ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહે ખુબ મોટા આક્ષેપો લગાવ્યા છે અને સાથે જ આ સમિતિને લઈને ખુબ મોટા ખુલાસાઓ કર્યા છે. જેને લઈને તેમણે કહ્યું કે, મારા પરિવાર કે પૂર્વજો ને લઈને હું રાજનીતિ નહી કરુ. છેલ્લા કેટલાક દિવસથી મારા પરિવારને લઈને જે પણ વાતો ચર્ચામાં આવી છે તે ખોટી છે. મારા અને મારા પિતા વચ્ચે કોઈ જ મતભેદ નથી. ક્ષત્રિય સમાજને વિચારવાનું આપણે કઈ દિશામાં જવું છે. અમારા ભાવનગર રાજવી પરિવારનું નામનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ભાવનગર યુવરાજ જયવીરરાજ સિંહની શંકરસિંહ બાપુને ચીમકી! | Nirbhaynews#shankarsinhwaghela #jayvirrajsinh #vijayrajsingh #kshatriyasamaj #kshatriya #bhavnagar #rajvi #nirbhaynews pic.twitter.com/7Q6RjEZrWA
— Nirbhaynews (@nirbhaynews1) September 22, 2024
યુવરાજે શંકરસિંહ વાઘેલાને લઈને આકરા પ્રહારો કરતા કહ્યું કે, શંકરસિંહ વાઘેલા આમ તો પીઢ અને ઉંમરલાયક વ્યક્તિ કહેવાય. પરંતુ જે સમયે પરિવારના સભ્યનું મૃત્યુ થયું હોય ત્યારે બાર દિવસ સુધી શોક સંદેશો આપવાનો હોય તેવા સમયે શંકરસિંહ બાપુએ પ્રમુખ પદ માટેની મારી સાથે વાત કરી હતી. મારુ કહેવું છે કે, ક્ષત્રિય એકતા માટે દર અઠવાડિયે આંદોલન ની જરૂર નથી. વડીલોને માન સન્માન આપાય પરંતુ જો તેઓ ખોટું કરે તો યુવાનોએ નીડર થઈ તેનો વિરોધ કરવો જોઈએ.
વધુમાં તેમણે કહ્યું કે, મારા પૂર્વજો અને માતા પિતાને આપ કોઈ દિવસ રાજકારણ માટે ઉપયોગ નહી કરી શકો અન્યથા તેની સામે હું ઊભો રહીશ. સાથે જ તેમણે કહ્યું કે, જો આ ક્ષત્રિય સંમેલન કે સમિતિમાંથી ભાવનગર રાજવી પરિવારનું નામ હટાવી દેવામાં આવે તો તેનું શું અસ્તિત્વ રહેશે ? હવે આ મામલે જોવાનું રહ્યું કે આટલા બધા મતભેદો વચ્ચે હવે ક્ષત્રિય સમાજની આ સમિતિ કઈ દિશામાં જાય છે.
આ પણ વાંચો : Bhavnagar BJP : ભાવનગરના પૂર્વ નગરસેવક મહેશ અડવાણીએ જ ભાજપની પોલ ખોલી, ઓડિયો કલીપ વાયરલ કરી