Bhavnagar Rathyatra : ભાવનગર પોલીસે માનવતા મૂકી નેવે, અગ્નિકાંડના પીડિતોનો અવાજ દબાવવા બેનરો હટાવ્યા

July 7, 2024

Bhavnagar Rathyatra : ગુજરાતમાં આજે અષાઢી બીજના પાવન પર્વની ઉજવણી ચાલી રહી છે. અષાઢી બીજ કચ્છી નવું વર્ષ પણ કહેવાય છે. અને આ દિવસનો એક અનેરો મહિમા પણ છે. આજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઈ છે. જેમાં ભગવાન જગન્નાથ ભાઈ બલદેવ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળે છે. ત્યારે આજે ઠેર ઠેર રથયાત્રા કાઢવામાં આવી છે. આ રથયાત્રામાં અલગ અલગ ટેબ્લો, કરતબ વગેરે આકર્ષણનું કેન્દ્ર હોય છે. ત્યારે ભાવનગરમાં કંઈક અલગ જ જોવા મળ્યું. ભાવનગરમાં એક ટેબ્લો બોટકાંડ અને અગ્નિકાંડના પીડિતોને સમર્પિત કરવામાં આવ્યો હતો. પરંતુ પોલીસે તેને પણ ન છોડ્યું.

Bhavnagar RathyatraBhavnagar Rathyatra

ભાવનગરમાં આજે ભગવાન જગન્નાથ રથ પર સવાર થઇ નગરચર્યાએ નીકળ્યા છે. આ રથયાત્રામાં એક ટેબ્લોએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું. આ ટેબ્લો બોટકાંડ અને અગ્નિકાંડના પીડિતોને સમર્પિત કરવામાં આવ્યો હતો. પરંતુ સરદારનગર નજીક આ ટ્રકમાંથી તમામ બેનરો પોલીસે ઉતારી નાખ્યા હતા. આ ટેબ્લોના બેનરમાં લખ્યું હતું કે રાજકોટની આગમાં ભારતનું ભવિષ્ય ભ્રષ્ટાચારની આગમાં ભડથું થયું છે. પોલીસ દ્વારા આ પાપ છુપાવવા બેનરો હટાવવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજકોટ અગ્નિકાંડમાં 27 માસુમ લોકોના જીવ ગયા હતા.

Bhavnagar RathyatraBhavnagar Rathyatra

આ પણ વાંચોJammu Kashmir : જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ 6 આતંકવાદીઓનો કર્યો સફાયો, 2 જવાનો થયા શહિદ

Read More