Bhavnagar : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી રેગિંગની ઘટનાઓ સામે આવતી રહે છે. અને પહેલા આ પ્રકારની ઘટનાઓ ખુબ બનતી જેના કારણે તેને લઈને સરકારે રેગિંગને લઈને કાયદાઓ બનાવ્યા છે. તે બાદ ઘટનાઓ બનતી ઓછી થઇ ગઈ. પરંતુ છેલ્લા કેટલાક સમયમાં રેગિંગના કેસો સામે આવી રહ્યા છે. અને સૌથી વધારે રેગિંગના કેસ મેડિકલ કોલેજમાંથી સામે આવતા રહે છે. હવે ભાવનગર મેડિકલ કોલેજમાંથી રેગિંગનો મામલો સામે આવ્યો છે.
ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાંથી રેગિંગનો મામલો સામે આવ્યો છે. સરકારી મેડિકલ કોલેજના સિનિયર વિદ્યાર્થી સહીત 6 શખ્સો દ્વારા માર મારવા, અશ્લીલ શબ્દો બોલાવવા, ગાળો દઈ અને માર મારવા સહિતની બે ફરિયાદો નોંધાવવામાં આવી છે. આ ફરિયાદોના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. અને બીજી તરફ એન્ટી રેગિંગ કમિટીની બેઠક ચાલી રહી છે. સાથે જ ઈજાગ્રસ્ત ત્રણેય ડોક્ટરને સારવાર માટે સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મેડિકલના વિધાર્થીઓ દ્વારા મેડિકલ કોલેજના ડીનને લેખિત પત્ર લખી ન્યાયની કરવામાં આવી છે. સમગ્ર ઘટનાને પગલે નિલમબાગ પોલિસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
કોલેજે લીધા આકરા પગલાં
મેડિકલ કોલેજમાં UG માં અભ્યાસ કરી રહેલા વિધાર્થીઓએ 3 વિધાર્થીઓનું કરવામાં આવ્યું હતું. સમગ્ર મામલે યોજાયેલી એન્ટી રેગીંગ કમિટીની મળેલી બેઠક પૂરી થઇ ગઈ છે. કમિટી દ્વારા રેગીંગ કરનાર 4 વિધાર્થીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 11 મેમ્બરોની કમિટી પુરી થયા બાદ ચાર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ઇન્ટર્નશિપ કમ્પ્લીશન સર્ટિફિકેટ તેમજ કોલેજમાં રહેલા અન્ય સર્ટિફિકેટ નહી આપવા પણ નિર્ણય કરાયો.
Bhavnagar : ગવર્મેન્ટ મેડિકલ કોલેજના અપહરણ અને રેગીંગ કરવા બદલ ચાર વિદ્યાર્થીઓ સસ્પેન્ડ#bhavnagar #Viralvideo #MedicalCollege #MedicalStudent #Raging #nirbhaynews pic.twitter.com/tWMU0h9eAo
— Nirbhaynews (@nirbhaynews1) March 8, 2025
આ પણ વાંચો : PM Modi : પીએમ મોદીએ મહિલા સાથે થતા અત્યાચારના કાયદાઓ વિશે કરી વાત, હવે તો હર્ષભાઈ આ કાયદાઓનો અમલ કરવો !