Bhavnagar : ગુજરાતમાં અવાર નવાર આજ્ઞા બનાવો સામે આવતા રહે છે. અને તેમાં પણ ખાસ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવતો રહે છે. જેમાં ઘણા લોકોના જીવ પણ જતા હોય છે. આજે ભાવનગરમાંથી આગની ઘટના સામે આવી છે. ભાવનગરના કાળાનાળા વિસ્તારમાં આવેલ દેવ પેથોલોજી લેબોરેટરીમાં વિકરાળ આગ લાગી છે. સ્થાનિક યુવાનોએ પરિસ્થિતિની ગંભીરતા જોઈ અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી બાળકો વૃદ્ધોને બહાર કાઢવાનું શરુ કર્યું છે. હાલ આગ લાગેલ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે જ ફાયર વિભાગનો મોટાભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે.
આ સમગ્ર મામલે ફાયર ઓફિસરે જણાવ્યું કે, અંદાજે 19-20 માણસોનું રેસ્કયૂ કરાયું છે. કાળુભા રોડ પર સમીપ કોમ્પ્લેક્સમાં આગ લાગી છે. આ કોમ્પલેક્સમાં મોટાભાગે હોસ્પિટલ આવેલી છે. કોમ્પલેક્સના બેઝમેન્ટમાં આગ લાગી હતી અને પછી આખી બિલ્ડિંગમાં આગ પ્રસરી હતી. 5 ફાયર ફાઇટર અને 50થી વધુ કર્મચારીઓ આગ બુઝાવવાની કામગીરીમાં લાગ્યા છે.
આ પણ વાંચો : Somnath મહાદેવ મંદિરમાં NSG અને પોલીસની મોકડ્રિલ, આતંકવાદી હુમલાની આગમચેતીના ભાગરૂપે યોજાઈ મોકડ્રિલ