Bhavnagar માંથી એસ.ટી વર્કશોપના ગોડાઉન-સ્ટોરમાંથી મળ્યો દારૂનો જથ્થો, 3 ડ્રાઈવર અને એક કંડક્ટર સહીત 8 સામે ગુનો દાખલ

December 9, 2025

Bhavnagar : ગુજરાતમાં હાલ દારૂબંધીના ધજાગરા ઉડી રહ્યા હોય તેવી ઘટનાઓ સામે આવે છે. ટૂંક સમયમાં 31 ડિસેમ્બર આવશે અને તેની સાથે જ રાજ્યમાં દારૂના દૂષણમાં સતત વધારો થઇ રહ્યો છે. એક તરફ સરકાર આ દૂષણ પર તવાઈ બોલાવવાની વાત કરી રહી છે તો બીજી તરફ એજ ગુજરાતની સરહદમાં દારૂના પ્રવેશથી સવાલો ઉભા થાય છે. આ મામલે વિપક્ષે પણ ઘણો વિરોધ કર્યો પણ હાલ સરકારે આ બધા સામે ઝુંબેશ હાથ ધરી છે. અને દારૂના દૂષણને ડામવા હવે સરકાર અને પોલીસ એક્ટિવ જોવા મળી રહી છે. આજે આવી જ કોઈ ઘટના સામે આવી છે જેને ગુજરાતમાં દારૂબંધી મામલે સવાલો ઉભા કરી દીધા છે. ભાવનગરના એસ.ટી વર્કશોપના ગોડાઉન-સ્ટોર વિભાગમાંથી વિદેશી દારૂનો જથ્થો મળ્યો છે.

આજે ભાવનગરમાંથી દારૂનો મોટાપાયે જથ્થો ઝડપાયો છે. આ સાથે જ પાનવાડી એસ.ટી વર્કશોપના ગોડાઉન-સ્ટોર વિભાગમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. પાનવાડી એસટી વર્કશોપના સ્ટોરેજ વિભાગ અને વોશરૂમ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. શહેરના એસ.ટી. વર્કશોપમાં રેડ કરીને ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે વિવિધ લોખંડની પેટીઓ અને થેલાઓમાંથી કુલ રૂ.1,42,750 ની કિંમતની 90 નંગ મોટી બોટલો, 18 નંગ નાની બોટલો/ચપટા અને 1 બિયર ટીન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે સિક્યુરિટી ગાર્ડને ઝડપી લીધો હતો. જ્યારે દિવની બસના 3 ડ્રાઇવરો અને 1 કંડકટર, બરોડા બસના 2 ડ્રાઇવરોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

​આ ઘટના અંગે જ્યારે એસટી વિભાગના ડેપો મેનેજરે જણાવ્યું હતું. આ પાનવાડી વર્કશોપમાં બસના ડ્રાઇવરોની અંગત વસ્તુઓ રાખવાની પેટીઓ હોય છે. રેડ દરમિયાન પોલીસને દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો આ ડ્રાઈવરોની પેટીઓમાંથી જ મળી આવ્યો છે. ​હાલમાં પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ દારૂ કોનો છે તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.

આ બનાવ અંગે સિટી ડીવાયએસપી આર.આર.સિંધાલ એ જણાવ્યું હતું કે, આગામી 31 ડિસેમ્બરના અનુસંધાને પ્રોહિબિશનની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે પોલીસ સ્ટેશનના જુદા-જુદા એરિયામાં સતત રેડ ચાલુ હોય તે દરમિયાન જે નીલમબાગ પોલીસ સ્ટેશનનો જે પાનવાડી એસ.ટી. વર્કશોપ જે છે ત્યાં આવી પ્રવૃત્તિ ચાલતી હોવાની જે બાતમી મળેલી જે અનુસંધાને ડી-સ્ટાફ પી.એસ.આઈ અને તેની ટીમને આ એરિયામાં મોકલવામાં આવેલા છે અને આ એરિયાના જે છે એસ.ટી. વર્કશોપની ગોડાઉન એરિયા, સ્ટોર વિભાગ, વોશ એરિયા તથા ડ્રાઇવરો જે ઊભી હોય તેની પેટીનું ચેકિંગ હાલમાં ચાલુ છે અને એ ચેકિંગ અનુસંધાને ત્યાં વિદેશી દારૂ ની બોટલો મળી આવતા આગળની કામગીરી શરૂ છે. હાલમાં સર્ચ કામગીરી હાલમાં ચાલુ છે અને ત્યાંથી પ્રોહીબિશનનો મુદ્દામાલ મળેલો છે આ બાબતે ગુનો નોંધી અને જે આરોપીઓનાં નામ સામે આવશે અને તેની અટક કરવાની કામગીરી આગામી દિવસોમાં કરવામાં આવશે.

આ પણ વાંચોParliament Monsoon Session : વંદે માતરમ પર ચર્ચા કેમ થવી જોઈએ? અમિત શાહે વિપક્ષના પ્રશ્નોના જવાબ આપ્યા, જાણો તેમણે રાજ્યસભામાં શું કહ્યું

Read More

Trending Video