Bhavnagar BJP : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ભાજપના જ નેતાઓ ભાજપની પોલ છતી કરતા જોવા મળે છે. કોઈ લેટર લખીને પોતાની ભડાશ કાઢે છે તો કોઈ વિડીયો બનાવી કે ઓડિયો કલીપ વાયરલ કરીને હવે પોતાની ભડાશ કાઢે છે. ભાજપ નેતાઓ પોતાની જ આસપાસ રહેલી સમસ્યાઓ દૂર કરાવી શકતા નથી અથવા એવું કહી શકાય કે હવે ભાજપના નેતાઓને પણ અધિકારીઓ અને તંત્ર ગણકારતી નથી. ત્યારે હવે આવો જ એક કેસ ભાવનગરથી સામે આવ્યો છે. જેમાં ભાજપના પૂર્વ નગરસેવકે જ ભાજપના ભ્ર્ષ્ટાચારનો ભાંડો ફોડ્યો છે.
ભાવનગર શહેર ભાજપના પૂર્વનગર સેવકે ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો છે. પૂર્વ નગરસેવક મહેશ અડવાણીએ વિકાસના કામોમાં થતી કટકીને લઇ આક્રોશ વ્યક્ત કર્યો છે. જેને લઈને તેમની ઓડિયો કલીપ હાલ સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઇ રહી છે. મહેશ અડવાણીએ બે દિવસ પહેલા એક ઓડિયો ક્લિપ વાયરલ કરીને ભાજપના નગરસેવક પર બ્લોકના કામમાં 20 ટકાની કટકીનો ગંભીર આરોપ લગાવ્યો છે.
ભાજપના પૂર્વનગર સેવક મહેશ અડવાણીએ કહ્યું કે, મારા ઘર પાસે વરસાદના પાણી વારંવાર ભરાય છે જેની અનેક રજુઆત મારા જ ભાજપના નગરસેવકને કરી પરંતુ મારી પાસે 20 ટકા કટકી લઇ ના શકે એટલા માટે કામ ન કર્યું. મહેશ અડવાણી 35 વર્ષથી ભાજપમાં જોડાયેલા છે અને વર્ષ 2010 થી 2015 વચ્ચે ભાજપના નગરસેવક તરીકે સેવા આપી છે. ભાજપના પૂર્વ સિનિયર નગર સેવકે એવું પણ કહ્યું કે, કટકી બાજ બંને નગરસેવકના નામ જાણવા હોય તો મને પર્સનલમાં ફોન કરજો હું બધાને ઉઘાડો પાડી દઈશ. ત્યારે હજુ આ પ્રકારના કેટલા નેતાઓ આ રીતે પોતાની ભડાશ કાઢે છે તે તો જોવાનું રહ્યું. અને આ પરથી જાણવા મળે છે કે ભાજપ પોતાના નેતાઓનું જ નથી સાંભળતી તો પ્રજાનું શું સંભાળશે.
આ પણ વાંચો : Tirupati Prasad : તિરુપતિ પ્રસાદ વિવાદ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો, SIT તપાસની માંગ કરતી અરજી દાખલ