Bhavnagar: ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરુ થયો છે. આ વરસાદને કારણે ગત રાત્રે કેટલાક લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. ભાવનગરના કોલીયાદ પાસે માલેશ્રી નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. આ પછી મુસાફરોથી ભરેલી બસ પાણીના જોરદાર પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ જ્યારે બસ પાણીના પ્રવાહમાં ફસાઈ ગઈ ત્યારે તેમાં29 મુસાફરો હતા જેમનો જીવ જોખમમાં હતો. પરંતુ રાહતની વાત એ છે કે ભારે જહેમત બાદ હવે NDRF એ બધાને બચાવી લીધા છે.
મુસાફરોથી ભરેલી બસ વહેતા પાણીમાં ફસાઈ
તમને જણાવી દઈએ કે માલેશ્રી નદીનું જળસ્તર વધ્યા બાદ 29 મુસાફરો સાથેની બસ પાણીના જોરદાર પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. મોડી રાત્રે બસ વહેતા પાણીમાં ફસાઈ જતાં તમામ મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા. તમને જણાવી દઈએ કે બસમાં મુસાફરી કરી રહેલા તમામ મુસાફરો તમિલનાડુના હતા. આ માહિતી મળતાં જ રેસ્ક્યુ ટીમને ટ્રક સાથે ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ત્યાં રેસ્ક્યુ ટીમે બસના કાચ તોડી પ્રવાસીઓનું રેસ્ક્યું કામગીરી શરૂ કરી હતી.
NDRF ની ટીમે ભારે જહેમત બાદ તમામનું રેસ્ક્યું કર્યું
તમામ લોકોને બસમાંથી ઉતારીને ટ્રકમાં બેસાડી દીધા, પરંતુ પાણીનો પ્રવાહ એટલો વધુ હતો કે ટ્રક પણ પાણીમાં ફસાઈ ગયો હતો. જે બાદ NDRF ની ટીમ રેસ્ક્યુ માટે રવાના કરવામા આવી હતી. ત્યારે NDRF ની ટીમે ભારે જહેમત બાદ તમામનું રેસ્ક્યું કર્યું હતું. ત્યારે તમામ લોકોનું સફળ રેસ્ક્યું થતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.
આ પણ વાંચો : કેજરીવાલની મુશ્કેલીઓ ફરી વધશે? સીબીઆઈ જેલ જઈને મહાઠગ સુકેશ ચંદ્રશેકરનું નિવેદન નોંધ્યું