કહેવાતા ગુજરાત મોડેલ માટે અંકલેશ્વરમાંથી સામે આવેલા દર્શ્યો ખુબ જ ચિંતાજનક: યુવરાજસિંહ જાડેજા

July 11, 2024

Bharuch : ગુજરાત સરકારના ( Gujarat government ) રોજગારીના (employment) મસમોટા દાવાઓ કરવામા આવતી હોય પરંતુ હકીકતમાં રાજ્યમાં બેરોજગારી (unemployment ) ચરમસીમાએ છે. આ વાસ્તવિકતાને ઉજાગર કરતો કિસ્સો ભરુચમાંથી (Bharuch) સામે આવ્યો છે. જેમાં એક ખાનગી કંપનીમાં નોકરીની 10 પોસ્ટ માટેના ઇન્ટરવ્યૂ માટે હજારો યુવાનો પહોંચ્યા હતા. અને આ ભીડ એટલી ભારે હતી કે પડાપડી થવાના કારણે હોટેલની રેલીંગ તુટી ગઈ હતી.આ સમગ્ર મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ગુજરાત સરકાર પર પ્રહાર કર્યા હતા અને આ દર્શ્યોને ચિંતાજનક ગણાવ્યા હતા.

બેરોજગારી મુદ્દે યુવરાજસિંહના ગુજરાત સરકાર પર ચાબખાં

યુવરાજસિંહે કહ્યું કે, ગુજરાતમાં ફરી એક વખત બેરોજગારીની ચરમસીમાની તસ્વીર ભરુચમાંથી સામે આવી છે. જે બેનરો પર મોટી મોટી રોજગારીની ફાંકા ફોજદારી કરવામા આવે છે. પરંતુ નરી વાસ્તવિકતા તે છે, એક ખાનગી કંપનીમાં ભરતી માટે ઈન્ટરવ્યુંની જાહેરાત કરાવામા આવી હતી. શિફ્ટ ઇન્ચાર્જ, પ્લાન્ટ ઓપરેટર, સુપરવાઈઝર, ફિલ્ટર-મિકેનિકલ આવા પદ માટે ભરતીની જાહેરાત કરવામા આવી ત્યારે માત્ર 20 થી 25 પદો માટે હજારો વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા અને વ્યવસ્થાતંત્ર ખોરવાઈ ગયું. જોવા જઈએ તો દરેક જગ્યાએ આવી જ પરિસ્થિતિ છે.જે રીતે કાયદા બનાવવામા આવ્યા છે કે, સ્થાનિકોને 80 ટકા જેટલી રોજગારી મળશે પરંતુ સ્થાનિકોને 80 ટકા જેટલી રોજગારી આપવામા આવતી નથી તે પણ નરી વાસ્તવિકતા છે. બેનરો પર અને બજેટમાં મોટી મોટી વાતો કરવામા આવે છે કે, ગુજરાતમાં રોજગારી આપવામા અમે અગ્રેસર છીએ. પરંતુ જે વાસ્તવિક રીતે જોવા જઈએ તો સરકારી હોય , કે બિન સરકારી હોય કે, અધ્ર સરકારી હોય રોજગારી આપવામા ગુજરાત સરકાર સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થઈ છે.

સ્થાનિકોને રોજગારી આપવામા સરકાર નિષ્ફળ

વધુમાં યુવરાજ સિંહે કહ્યું કે, સરકારી રોજગારીની વાત કરવામા આવે તો 1800 જેટલા તલાટીના પદ બહાર પડે તો 32 લાખ જેટલા ફોર્મ ભરાય છે.અને જો ખાનગી રોજગારી તેમજ અર્ધ સરકારી રોજગારીની વાત આવે તો તેમાં પણ સરકાર જે સ્થાનિકોને મહત્વ આપવું જોઈએ તે નથી આપતી અને બહારના લોકોને વધારે મહત્વ આપે છે એટલે ક્યાંકને ક્યાંક સ્થાનિક રોજગારીનો પ્રશ્ન છે.આ વખતે પણ બજેટમાં કહેવામા આવ્યું હતુ કે, અમે આ વખતે 10 લાખ નવી રોજગારી આપીશું. પરંતુ ભુતકાળમાં જે વાયદા વચનો આપવામા આવ્યા તે પણ હજુ નથી પુરા થયા. તો નવી રોજગારી આપવાની વાત હવામા ગોળીબાર જેવું જ તે સાબિત થવાનું છે.

ઝડપથી નિકારણ લાવવા કહ્યું

અંકલેશ્વરમાંથી જે દર્શ્યો સામે આવ્યા હતા તે ખુબ દયનીય છે અને ખુબ ચિંતામાં મુકે તેવા છે. માણસ રોજીરોટી તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે મજબુર થઈ આ પ્રકારની રોજગારી સ્વીકારતો હોય છે. ત્યાં પણ આ પ્રકારે વિદ્યાર્થીઓ વોક ઈન ઈન્ટરવ્યું માટે ભરતી થવા માટે ત્યાં ગયા હતા અને ત્યાં પણ એક વ્યવસ્તાના અભાવના ભાગ રુપે આ જે દર્શ્યો સર્જાયા તે ખુબ ચિંતા જનક છે. અને કહેવાતા ગુજરાત મોડેલ સ્ટેટમાટે તો ખુબ જ ચિંતા જનક છે. ઝડપથી તેની પર નિરાકરણ લાવું જરુરરી છે.

આ પણ વાંચો : Bharuch માં બેરોજગારીને ઉજાગર કરતો કિસ્સો, 5 પોસ્ટ માટેની ભરતીના ઇન્ટરવ્યૂ માટે હજારો યુવાનોનો સેલાબ ઉમટી પડ્યો

Read More