Bharuch Rape Case : ગુજરાત હવે જાણે દુષ્કર્મનું હબ બની રહ્યું હોય તેવું લાગે છે. એક તરફ સરકારની મહિલા સુરક્ષાની વાતો અને બીજી તરફ બનતી દુષ્કર્મની ઘટનાઓ ક્યાંક નબળા કાયદા અને વ્યવસ્થાની પોલ ખોલે છે. ગુજરાતની દીકરીઓ ન્યાય ઝંખે છે અને ગૃહમંત્રી મોટી મોટી વાતો અને ઉદ્ઘાટનના કાર્યક્રમોમાં વ્યસ્ત છે. કદાચ આપણે સૌને એ દિલ્લીનો ગંભીર નિર્ભયા દુષ્કર્મ કેસ તો યાદ જ હશે. જે રીતે એ દીકરીને નિર્દયતાથી ચાલુ બસમાં દુષ્કર્મ આચર્યું હતું. તેવું જ હેવાનિયતભર્યું કૃત્ય ભરૂચના ઝઘડિયામાં માત્ર 10 વર્ષની માસુમ બાળકી સાથે આચરવામાં આવ્યું છે. હવે આ મામલે નવા ખુલાસાઓ સામે આવ્યા છે.
ઝઘડિયા દુષ્કર્મમાં ચોંકાવનારો ખુલાસો
ઝઘડિયા GIDCમાં બાળકી પર દુષ્કર્મનો કેસ સામે આવ્યો છે. આ કેસમાં આજે ખુબ જ ચોંકાવનારા ખુલાસાઓ કરવામાં આવ્યા છે. ભરૂચ SP મયુર ચાવડાએ જણાવ્યું હતું કે, બાળકી સાથે વિજય પાસવાન નામના વ્યક્તિએ દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ દુષ્કર્મ બાદ બાળકીના આંતરિક અંગમાં લોખંડનો સળિયો નાખ્યો હતો. પોલીસે આરોપીના ઘરેથી સળિયો પણ કબ્જે કર્યો હતો. જેના કારણે બાળકીના સ્ટૂલ એરિયા, વજાઈના, યુટ્રસ, લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં ગંભીર ઇજાઓ પહોંચી છે. આજ બાળકી પર આરોપી વિજય પાસવાને એક અઠવાડિયા પહેલા પણ દુષ્કર્મ આચર્યું હતું. ભરૂચ પોલીસ દ્વારા બાળકીને બચાવવા રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તમામ પ્રયાસ ચાલુ કરી રહ્યા છીએ. બાળકીના પરિવારને પોક્સો કેસમાં 10 લાખનું વળતર સરકાર આપશે.
Bharuch : આ સાંભળી તમને દિલ્હીનો નિર્ભયા કેસ યાદ આવી જ જશે!#Bharuch #JhagadiaGIDC #Viralvideo #Nirbhaynews pic.twitter.com/BmJ5zwGA45
— Nirbhaynews (@nirbhaynews1) December 18, 2024
શું છે સમગ્ર મામલો ?
ભરૂચ જિલ્લામાં 10 વર્ષની બાળકીનું તેના ઘરેથી અપહરણ કરીને તેના પર બળાત્કારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના સોમવારે જિલ્લાના એક ઔદ્યોગિક વિસ્તારમાં બની હતી. આ કેસમાં પીડિત પરિવારની ફરિયાદના આધારે આરોપી મજૂર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. 36 વર્ષીય આરોપી ઝારખંડનો વતની છે. તે પીડિત યુવતીના ઘરની બાજુમાં રહે છે. તેના પિતા સાથે એક જ ફેક્ટરીમાં કામ કરે છે. સોમવારે બાળકી તેના ઘર પાસે રમી રહી હતી. તે જ સમયે આરોપી ત્યાં આવ્યો હતો. તેનું અપહરણ કરીને તેની સાથે ઝાડીઓમાં લઈ ગયો. આરોપીએ પીડિતાને પોતાની હવસનો શિકાર બનાવી. આ દરમિયાન તે ચીસો પાડવા લાગી. તેનો અવાજ સાંભળીને માતા તરત જ મદદ માટે પહોંચી. તેણે જોયું કે તેની પુત્રી લોહીથી લથપથ ગંભીર હાલતમાં પડી હતી. તેને ગંભીર આંતરિક ઈજાઓ થઈ છે. તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
અગાઉ પ્રાથમિક સારવાર બાદ તેને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. ત્યાં સારવાર ચાલી રહી છે. તેની હાલત હાલ સ્થિર છે. આ કેસમાં પીડિતાની માતાની ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
આ પણ વાંચો : Oscar 2025 : ઓસ્કાર 2025ની રેસમાંથી કિરણ રાવની ‘લાપતા લેડીઝ’ બહાર, શહાના ગોસ્વામીની ‘સંતોષ’ પાસેથી આશા