Bharuch Rape Case : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી દુષ્કર્મના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. એક બાદ એક માસુમ બાળકીઓ અને છોકરીઓ સાથે દુષ્કર્મના કેસો સામે આવે છે. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી મોટી મોટી વાતો કરે છે. અમે ડોશીઓને સજા કરીશું, ગુંડાઓ અને આરોપીઓના સર્વિસ કરી સરઘસ કાઢવામાં આવે છે. પણ માસુમ દીકરીઓ સાથે દુષકર્મની ઘટનાઓ બને છે તેના પર કોઈ જ આકરા પગલાંઓ લેવામાં આવતા નથી. જેના કારણે કોઈ પણ વ્યક્તિ કોઈ દીકરી સાથે દુષ્કર્મ કરતા ડરતું નથી. આવી જ ઘટના આજે ભરૂચના ઝઘડિયામાંથી સામે આવી છે.
ભરૂચ જિલ્લામાં 10 વર્ષની બાળકીનું તેના ઘરેથી અપહરણ કરીને તેના પર બળાત્કારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના સોમવારે જિલ્લાના એક ઔદ્યોગિક વિસ્તારમાં બની હતી. આ કેસમાં પીડિત પરિવારની ફરિયાદના આધારે આરોપી મજૂર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે.
નાયબ પોલીસ અધિક્ષક કુશલ ઓઝાએ જણાવ્યું કે 36 વર્ષીય આરોપી ઝારખંડનો વતની છે. તે પીડિત યુવતીના ઘરની બાજુમાં રહે છે. તેના પિતા સાથે એક જ ફેક્ટરીમાં કામ કરે છે. સોમવારે બાળકી તેના ઘર પાસે રમી રહી હતી. તે જ સમયે આરોપી ત્યાં આવ્યો હતો. તેનું અપહરણ કરીને તેની સાથે ઝાડીઓમાં લઈ ગયો. એસપીએ જણાવ્યું કે આરોપીએ પીડિતાને પોતાની હવસનો શિકાર બનાવી. આ દરમિયાન તે ચીસો પાડવા લાગી. તેનો અવાજ સાંભળીને માતા તરત જ મદદ માટે પહોંચી. તેણે જોયું કે તેની પુત્રી લોહીથી લથપથ ગંભીર હાલતમાં પડી હતી. તેને ગંભીર આંતરિક ઈજાઓ થઈ છે. તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
અગાઉ પ્રાથમિક સારવાર બાદ તેને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. ત્યાં સારવાર ચાલી રહી છે. તેની હાલત હાલ સ્થિર છે. આ કેસમાં પીડિતાની માતાની ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસ તપાસ દરમિયાન કેટલાક શકમંદોની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં પોલીસને આરોપીની ખબર પડી હતી. તેને કસ્ટડીમાં લઈ કડક પૂછપરછ કરવામાં આવતા તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. આરોપી પરિણીત છે. તેને બે બાળકો છે. તે પીડિતાના પરિવારને પહેલેથી જ ઓળખતો હતો. આ મામલે તપાસ ચાલી રહી છે.