Bharuch Rain : ભરૂચમાં 12 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ, વાલિયામાં મેઘકહેરને કારણે જનજીવન અસ્તવ્યસ્ત

September 3, 2024

Bharuch Rain : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. છેલ્લા અઠવાડિયાથી સતત વરસી રહેલા વરસાદે વચ્ચે વિરામ લીધા બાદ હવે ફરીથી નવી બેટિંગ ચાલુ કરી છે. હાલ ગુજરાતમાં નવી ચાર સિસ્ટમ સક્રિય થઇ હતી. જે બાદ હવે ગુજરાત પર ફરી વરસાદી કહેર શરુ થયો છે. આ સાથે જ હવે ગુજરાતમાં મેઘરાજાએ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત ઘમરોળવાનું શરુ કર્યું છે. ત્યારે ગઈકાલે સૌથી વધારે ભરૂચના વાલિયામાં 12 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

Bharuch Rain

ભરૂચમાં ગઈકાલથી મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. ભરૂચ અત્યારે પાણી પાણી થઇ ગયું છે. ભરૂચના વાલિયામાં સૌથી વધારે 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જયારે જંબુસર 12 મી.મી, આમોદ 14 મી.મી., વાગરા 3.56 ઇંચ, ભરૂચ 7.2 ઇંચ, ઝઘડિયા 1.6 ઇંચ, અંકલેશ્વર 2.6 ઇંચ, હાંસોટ 1.5 ઇંચ, વાલિયા 11.88 ઇંચ, નેત્રંગ 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભરૂચના અંકલેશ્વરમાં હાલ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિતના વોર્ડમાં ભરાયા વરસાદી પાણી. સંજય નગરમાં પાણી ભરાતા જન જીવનને પણ અસર પહોંચી છે. સાથે જ લીંક રોડ પર આવેલી શ્રવણ ચોકડી નજીકની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા છે. દત્ત સોસાયટી મંગલ સોસાયટી સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. પાણી ભરાતા સોસાયટીના રહેવાસીઓ પડી મુશ્કેલી પડી રહી છે.

Bharuch Rain

ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

3 સપ્ટેમ્બરે ભરૂચ અને સુરતમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ભાવનગર, બોટાદ, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, છોટા, ઉદેપુરમાં જુદા જુદા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત 4 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલી, સુરત, તાપી, ડાંગના જુદા જુદા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગે 5 સપ્ટેમ્બરે કચ્છ, પાટણ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે. 6 સપ્ટેમ્બરે ભારે વરસાદમાં ઘટાડો થશે. નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 7 સપ્ટેમ્બરે નવસારી, દમણ દાદરા નગર હવેલી અને વલસાડમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોHoroscope: મેષથી મીન રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, જાણો એક ક્લિક પર 

Read More

Trending Video