જે ધર્મનું જ્ઞાન નથી તેના ફોટા લઈને હાઉસની અંદર આવી ગચા : મનસુખ વસાવા

July 11, 2024

Bharuch :લોકસભામાં (Loksabha) વિપક્ષનેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) સંસદમાં હિન્દુ અંગે આપેલા નિવેદન મામલે ભાજપ દ્વારા રાહુલ ગાંધી પર પ્રહાર કરવામા આવી રહ્યા છે. ત્યારે ભરુચના (Bharuch)  ભાજપના (BJP) સાસંદ મનસુખ વસાવાએ (Mansukh Vasava) લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા હતા અને રાહુલ ગાંધીને ‘બાલકનાથ’ કહીને સંબોધ્યા હતા.

મનસુખ વસાવાએરાહુલ ગાંધીની કાર્યશૈલી પર સવાલ

ભરૂચ અને છોટાઉદેપુરના નવનિયુકત સાંસદોના સત્કાર માટે નર્મદા જિલ્લા ભાજપે ટાઉનહોલ ખાતે કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં ભરુચના ભાજપના સાસંદ મનસુખ વસાવાએ કાર્યકરોને સંબોધ્યા હતા આ દરમિયાન મનસુખ વસાવાએ લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા હતા. મનસુખ વસાવાએ રાહુલ ગાંધીને બાલકનાથ કહીને સંબોધ્યા હતા.

જે ધર્મનું જ્ઞાન નથી તેના ફોટા લઈને હાઉસની અંદર આવી ગચા : મનસુખ વસાવા

મનસુખ વસાવાએ રાહુલ ગાંધીને બાલકનાથ કહીને સંબોધતા કહ્યુ કે, બીજા બધા જુદો શબ્દ વાપરે પણ મારે બાલકનાથ જ કહેવું પડે. વિરોધ પક્ષના નેતા તરીકે શું ભુમીકા હોય, વિરોધ પક્ષના નેતા તરીકે ગૃહમાં કેવું ભાષણ હોય તે તેને ખબર નથી, આવા લોકો દેશનું કઈ રીતનું ભલુ કરશે. વધુમાં તેમણે મીડિયાને આ અંગે ખુલાસો આપતા કહ્યુ કે, જે ધર્મનું જ્ઞાન નથી તેના ફોટા લઈને હાઉસની અંદર આવી ગચા , ચૂંટાયેલા સભ્યએ હાઉસની શીસ્તાની જે કાળજી રાખવી જોઈએ , સંસદના નિયમોને અવગણીને હાઉસની અંદર આડેધડ બોલ્યા એટલે કેટલાક નેતાઓને મેં આ શબ્દ બોલ્યો છું.

આ પણ વાંચો :  જ્યરાજસિંહથી આખુ ગુજરાત ડરે છે અને જયરાજસિંહ આપણાથી ડરે છે : Raju Solanki

Read More