Bharuch: પત્રકાર નરેશ ઠક્કર એવું શું બોલ્યા કે મનસુખ વસાવાએ કાર્યવાહી કરવાની કરી માંગ ?, જાણો સમગ્ર મામલો

May 21, 2024

Bharuch: લોકસભાની ચૂંટણી (loksabha Election) બાદ પણ ગુજરાતની બહુ ચર્ચિત બેઠક ભરુચની (Bharuch) સીટ પર મતદાન બાદ પણ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. મનસુખ વસાવા (Mansukh vasava) મતદાન બાદ ફસ્ટ્રેક્શનમાં આવી ગયા હોય તેમ લાગી રહ્યું છે.  પહેલા ચૈતર વસાવા (chaitar Vasava)સાથે બબાલ કર્યા બાદ હવે મનસુખ વસાવા પત્રકારો ( journalist) પર પોતાનું ફસ્ટ્રેશન કાઢી રહ્યા હોય તેવું લાગી રહ્યુ છે. બે દિવસ પહેલા નર્મદા ચેનલના (narmada channel) સીનિયર પત્રકાર નરેશ ઠક્કરે (Naresh Thakkar) નિર્ભય ન્યુઝના (Nirbhay news) એક વીડિયોમાં મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે થયેલા દારુના મુદ્દે ચર્ચા કરી હતી આ દરમિયાન તેમણે આદિવાસી સમાજની (Tribal society) રુઢીઓ વિશે વાત કરી હતી જો કે,  મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરીને આ વીડિયોની 30 સેકન્ડની ક્લીપ મુકીૂને રોષ વ્યક્ત કર્યો હતો.  ત્યારે આજે મનસુખ વસાવાએ પત્રકાર નરેશ ઠક્કર વિરુદ્દ આવેદન આપીને તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

મનસુખ વસાવાએ પત્રકાર નરેશ ઠક્કર સામે કર્યા પ્રહાર

મનસુખ વસાવાએ પોતાના સોશિયલ મીડિયા પર નિર્ભય ન્યુઝના 30 મીનીટના વીડિયોમાંથી થોડા સેકન્ટની માત્ર એક ક્લિપ વાયરલ કરીને લખ્યું હતુ કે, નરેશભાઈ દ્વારા આદિવાસી સમાજ ને દારૂડિયા કહી સમાજનું અપમાન કર્યું છે. આદિવાસી સમાજને નીચા દેખાડી કાંદા અને ડુંગળી ખાય તેમ દારૂ પીવે તેવું કહીને આદિવાસી સમાજ ની મજાક કરી છે. આદિવાસીઓની વાત કરી હસી કાઢતા નરેશભાઈએ સમાજના બધા લોકોની લાગણી દુભાવી છે.

નરેશ ઠક્કર સામે કાર્યવાહી કરવાની કરી માંગ

આજે મનસુખ વસાવા સમર્થકોને લઈને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને મનસુખ વસાવાએ નરેશ ઠક્કર વિરુદ્ધ આવેદન આપીને તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યા બાદ મનસુખ વસાવાએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતુ કે, જ્યારે કોઈ આવિદાસી સમાજ વિશે ઘસાતુ બોલે તો મારાથી ચુપ ના રહેવાય, નરેશ ભાઈ જે ચૂંટણી વિશ્લેષણમાં બોલ્યા કે, આદિવાસીઓને દારુ વગર ચાલતું નથી.જેમ રોટલો અને કાંદો ખાય તેમ આ હશે.. આ જોઈને મને આદિવાસી સમાજના ઘણા લોકોના ફોન આવ્યા. આદિવાસી સમાજનો દેશમાં વિકાસમાં મોટો ફાળો છે. હવે આદિવાસી સમાજનો વિકાસ થયો છે. આદિવાસી સમાજ દારુ એકલો નથી પીતો. આદિવાસી સમાજ કેટલીક જગ્યાએ કદારુનો ઉપયોગ કરે છે એનો મતલબ તે નથી કે આદિવાસી સમાજ દારુડિયો છે અને સાંજ પડે એટલે દારુ જ જોઈએ. રોટલોને ડુંગળી આદિવાસી સમાજ જ ખાય છે.

નરેશ ઠક્કર પર લગાવ્યા આરોપ

વધુમાં તેમણે નરેશ ઠક્કર પર આરોપ લગાવતા કહ્યુ કે, મને ખબર છે કે, નરેશભાઈ ખુબ તાકાત લગાડી રહ્યા છે. તેમની પાસે ખુબ પૈસા છે. મોટા મોટા બિલ્ડરો છે તેમની પાસે. મને તે પણ ધમકી આપી કે, હુ પણ પાર્ટીનો કાર્યકર્તા છુ તો મેં કીધુ કે તુ તેનો પ્રયોગ કર. તારામાં જેટલી તાકાત હોય તેટલી તુ પાર્ટીમાં વાત કર હુ મારી વાત મુકીશ. હુ માનુ છે કે, તેઓ ભાજપના કાર્યકર્તા છે પરંતુ ભાજપનો કાર્યકર્તા હોય તો કોઈ ગમે તે સમાજ માટે આટલુ ઘસાતુ બોલે તે ના ચલાવી લેવાય.

નરેશ ઠક્કરનો મનસુખ વસાવીને પડકાર

નિર્ભય ન્યુઝ સાથે વાત કરતા નરેશ ઠક્કરે સ્પષ્ટતા કરી હતી કે,  તેઓ આદિવાસી સમાજની રુઢીઓ વિશે વાત કરી હતી મનસુખ વસાવા તેને ખોટી રીતે દર્શાવી રહ્યા છે તેમજ તેમને મનસુખ વસાવાને પડકાર ફેક્યો હતો કે, જો મનસુખ વસાવાને મીડિયાને બતાવીને ખુલાસો કરવો હોય કે, નરેશ ભાઈ ખોટા હતા. તો તેનો બધા ખર્ચ હુ કરીશ.

આ પણ વાંચો :  Surendranagar : PGVCL વિભાગની મુખ્ય કચેરી બહાર ગ્રાહકોએ હોબાળો મચાવ્યો, સ્માર્ટ મીટર હટાવી જુના મીટર લગાવવાની માંગ

Read More