Bharuch: ભરૂચમાં (Bharuch) ઝાડેશ્વર (Zadeshwar) અને ભોલાવ (Bholav) ગ્રામ પંચાયતના સંકલનના અભાવે મુખ્ય માર્ગનું સત્યનાસ વળ્યું છે. ભોલાવ ગ્રામ પંચાયતે મુખ્ય માર્ગ જ ખોદી નાખી ગટર લાઈન નાખતા સ્થાનિક રહીશો ઘરમાં પુરાવા મજબૂર બન્યા છે. મુખ્ય માર્ગ ખોદી નાખવામાં આવતા કાદવ કિચનના સામ્રાજ્ય વચ્ચે શાળા કોલેજે અને નોકરીયા તે જતા લોકોને અકસ્માતનો ભોગ બનવું પડે છે. ત્યારે આ મામલે આમ આદમી પાર્ટી દ્વારા ઉપર ભાજપની જંડી સાથે પક્ષની ટોપી પહેરાવી અનોખો વિરોધ નોંધાવ્યો હતો.
મુખ્ય માર્ગ ખોદી નાખવામાં આવતા સ્થાનિકોને હાલાકી
આપ ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યુ હતુ કે, જે લોકોને ભાજપના વખાણ કરવાની આદત પડી ગઈ છે તેમને આ ખાડા મુબારક. કારણ કે ભાજપ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ નજીક આવી રહી છે એટલા માટે આ કામ કરવાનું શુ કર્યું છે. વર્ષોથી આ કામ પાસ થઈ ગયા છે વર્ષોથી લોકો અહીં તકલીફો વેઠી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યુ કે, અહીં સેફ્ટીના કોઈ પણ સાધનો લગાવ્યા વગર કામ શરુ કરી દેવામા આવ્યું છે.
આપ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલનો આરોપ
છેલ્લા કેટલાય સમયથી અહીં ખાદા ખોદેલા હતા તેમાં વરસાદનું પાણી પણ ભરાયા હતા. 5 કે6 મહિના પછી પંચાયતના ઈલેક્શન આવી રહ્યા છે. એટલે હવે આ લોકોએ કામ ચાલું કરાવી દીધું, જો ભોલાવ ગ્રામ અને ઝાડેશ્વર ગ્રામ પંચાયતની સહમતી હોત તો દિવાલને અડીને પાઈપ નખાવી શકાત. અને જનતાને આ તકલીફનો સામનો ન વેઠવો પડત. વધુમાં તેમણે કહ્યુ કે, તમે લખી રાખજો 2025 માં પણ ચોમાસા પણ આ જ હાલત રહેશે.
આ પણ વાંચો : Jamnagar માં કોલેરાના 6 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું