Bharuch : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી રિફાઇનરી કે ફેકટરીઓમાં ગેસ લીકેજ અને બ્લાસ્ટની ઘટનાઓ કે આગ લાગવાની ઘટનાઓ સામાન્ય બનતી જઈ રહી છે. તેના કારણે કેટલાયે મજૂરો પોતાના જીવ ગુમાવે છે. આજે પણ આવી જ એક ઘટના સામે આવી છે. ભરૂચના દહેજમાં GFL કંપનીમાં ગેસ ગળતરની ઘટના સામે આવી છે. ગેસ ગળતર થતા 4 લોકોના મોત થયા છે. શનિવારે રાત્રે બનેલ ઘટનામાં ત્રણ કામદાર અને એક કર્મચારીનું ગેસ ગળતરના કારણે મોત થયું છે. પોલીસે તપાસ હાથ ધરી પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરી છે.
