Bharuch: ડેડીયાપાડાના (Dediyapada) પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાના (Mahesh Vasava) પુત્ર ગૌરવ વસાવાએ (Gaurav Vasava) મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરતા વિવાદ સર્જાયો છે.ઝઘડિયામાં મુસ્લિમ સમાજ કલેકટર કચેરીએ પોલીસ ફરિયાદ નોંધાવાની માંગણી લઈ આવેદનપત્ર આપવા જાય છે.
મહેશ વસાવાના દીકરાના લગ્ન થતાં થયો વિવાદ
મળતી માહિતી મુજબ ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાના પુત્ર ગૌરવ વસાવાએ મુસ્લિમ સમાજની દીકરી ફાઈકા સાથે લગ્ન કરતા મહેશ વસાવા અને તેમના પુત્ર ગૌરવ બતાવવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા મુસ્લિમ સમાજ ભરૂચ કલેકટર કચેરીએ પહોંચે હતા અને ફાયઝાના માતા પિતાનો આરોપ છે કે,તેમની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું છે.પરંતુ પોલીસએ ફરિયાદ લેતી નથી કારણ કે, હવે ગૌરવ વસાવા અને ફાયઝા આ બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે.
પરિવારનો મહેશ વસાવા અને તેમના પુત્ર પર આક્ષેપ
ફાયઝાના પરિવારનો આક્ષેપ છે કે, પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાના પુત્ર ગૌરવ વસાવાએ તેમની દીકરીનું અપહરણ કરી એક મહિનાથી છુપાવી રાખી હતી. આ સાથે પરિવારે મહેશ વસાવા અને તેના પુત્ર સહિત અન્ય પાંચ ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધવા સાથે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.
યુવતીએ પોલીસ સમક્ષ કર્યો ખુલાસો
જાણકારી મુજબ ફાયઝાએ પોલીસ સમક્ષ કહ્યું કે મેં મારી મરજી મુજબ લગ્ન કર્યા છે મારા પર કોઈ પણ દબાણ નથી નાખવામાં આવ્યું. યુવતીએ પરિવારે માર મારી ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ ઝઘડિયા પોલીસ મથકે નોંધાવી છે.