Bharuch: રાજ્યમાં અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે આમ તો ગુજરાતના દરિયા કિનારેથી અવાર-નવાર ડ્રગ્સ ઝડપી પાડવામાં આવતું હોય છે પરંતુ હવે તો ફેક્ટરીમાંથી ડ્રગ્સ પકડાતું થયુંછે. તેવામાં અંકલેશ્વર GIDCમાંથી ફરી એકવાર ડ્રગ્સનો કાળો કારોબાર ઝડપાયો છે. ભરૂચ (Bharuch) જિલ્લાનાં અંકલેશ્વર (Ankleshwar)જીઆઇડીસીમાં આવેલી કંપનીમાંથી 427 કિલો ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે.જેથી એવું લાગી રહ્યુ છે કે, ભરૂચ હવે ડ્રગ્સ ઉત્પાદનનું હબ બનતું જઈ રહ્યું છે ભરૂચ જિલ્લાના ઉદ્યોગમાં જીવન રક્ષક દવાઓની આડમાં ડ્રગ્સનો કાળો કારોબાર ચલાવવામાં આવી રહ્યો છે જે ખુબ જ ચિંતાનો વિષય બન્યો છે.
અંકલેશ્વર GIDCમાંથી ફરીથી ડ્રગ્સ ઝડપાયું
મળતી માહિતી મુજબ સુરત અને ભરૂચ પોલીસે એક સંયુક્ત ઓપરેશ પાર પાડીને અંકલેશ્વરની અવસર એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાંથી 427 કિલોનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત 250 કરોડ હોવાનું અનુમાન છે. પોલીસે કંપની સંચાલક સહિત ત્રણ શખ્સોને ડ્રગ્સ સાથેઝડપ્યા છે. ઈનપુટના આધારે પોલીસની ટીમે ભરૂચ SOG ને સાથે રાખી અંકલેશ્વરની કંપનીમાં તપાસ કરતા વધુ રૂ.14.10 લાખની કિંમતનું ડ્રગ્સ મળ્યું સાથે 427 ગ્રામ શંકાસ્પદ ડ્રગ્સના જથ્થાને FSL માં મોકલાયો છે . પોલીસ દ્વારા મોન્ટુ પટેલ, વિરાટ પટેલ અને વિપુલ પટેલની ધરપકડ કરવામાં આવી છે પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે.
દવાઓની આડમાં ચાલતા હજુ કેટલા કાળા કારોબાર હશે ?
ઉલ્લેખનીય છે કે,ગત 13મી ઓક્ટોબરના રોજ પણ ભરૂચના અંકલેશ્વરમાં આવકાર ડ્રગ્સ પ્રા. લિમિટેડ કંપનીમાંથી પોલીસને 518 કિલોગ્રામ કોકેઈન મળી આવ્યું હતુ. જેની કિંમત 5,000 કરોડ રૂપિયા હોવાનો અંદાજ હતો. તેમજ અગાઉ દિલ્હીમાંથી ઝડપાયેલા ડ્રગ્સનું કનેક્શન અંકલેશ્વર નીકળ્યું હતું અને હવે સુરતમાંથી ઝડપાયેલા ડ્રગ્સનું કનેક્શન પણ અંકલેશ્વર જ નિકળ્યું છે. ત્યારે ભરૂચ જિલ્લાના ઉદ્યોગમાં જીવન રક્ષક દવાઓની આડમાં ચાલતા હજુ કેટલા કાળા કારોબાર હશે તેવા પણ સવાલ થઈ રહ્યા છે. એક તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ડ્ર્ગ્સ પકડવા મામલે ગુજરાત પોલીસની વાહવાહી કરી રહ્યા છે બીજી તરફ અત્યાર સુધી ગુજરાતના દરિયાઇ માર્ગે નશાની હેરાફરી થતું હોવાનું સામે આવતું હતુ પરંતુ હવે તો ગુજરાતમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરીઓ પણ ઝડપાઇ રહી છે જેથી ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર ફૂલી ફાલી રહ્યો છે અને ગુજરાતમાં ડ્રગ્સની બદીને નાથવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી હોય તેવું લાગી રહ્યુ છે.
આ પણ વાંચો : Cyclone Dana: બંગાળની ખાડીમાં સર્જાયું ભયંકર વાવાઝોડું! આ વિસ્તારોમાં મચાવશે તબાહી, IMD એ આપ્યું એલર્ટ