Bharuch : ભરૂચના આમોદમાં અંધશ્રદ્ધાની આડમાં બાળકનું મોત, શું અંધશ્રદ્ધા વિરોધી કાયદાનો હવે અમલ થશે ?

September 4, 2024

Bharuch : દેશ આમ તો 21મી સદીમાં પહોંચી ગયો છે. અને ટેક્નોલોજીની સજ્જ બની રહ્યો છે. પરંતુ આજે પણ આપણા દેશમાં ક્યાંક પછાતપણુ કે અંધવિશ્વાસ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અંધશ્રદ્ધાની આડમાં બાળકોના જીવ ગયા હોય તેવા કેસ સામે આવ્યા છે. જેમાં અંધશ્રદ્ધાની આડમાં પોતાની જ દીકરી પરત અત્યાચાર કરી મારી નાખવાનો કેસ હોય કે પછી ભૂવાઓ દ્વારા કોઈના પર તાંત્રિક વિધિના નામે ઠગી કરવાના કેસ સતત સામે આવી રહ્યા છે. પરંતુ આ બધા પર નિયંત્રણ લાવવા માટે હવે ગુજરાત સરકાર દ્વારા અંધશ્રદ્ધા બિલ પાસ કરવામાં આવ્યું છે. ત્યારે આજે વધુ એક વખત ગુજરાતમાં અંધશ્રદ્ધાની આડમાં બાળકનો જીવ ગયો છે. ભરૂચથી આવો જ એક કેસ સામે આવ્યો છે.

ભરૂચના આમોદના ભીમપુરાના બાળકને ગઈકાલે રાત્રે સાપ કરાડી ગયો હતો. પરંતુ આ બાળકને હોસ્પિટલની જગ્યાએ મંદિરમાં ભુવા પાસે લઇ જવામાં આવ્યો. આ બાળકને સમયસર સારવાર ના મળતા તેનું મોત નીપજ્યું હતું. આ બાળકને મંદિર લઇ જવામાં આવ્યો તેનો એક વિડીયો પણ વાયરલ થયો હતો. આ વીડિયોમાં જોવા મળે છે કે બાળક કઈ રીતે સાપના ડંખથી કણસી રહ્યું છે. અને કોઈ તેને સારવાર આપવાના બદલે ભુવાજીની રાહ જોઈ રહ્યા છે. આ વાત અહીંયા પુરી થતી નથી. આ બાળકનું મોત થતા તેને દફનાવી પણ દેવામાં આવ્યો. મામલો ત્યારે સામે આવ્યો જયારે આ વાત પોલીસ સુધી પહોંચી અને બાળકની બોડીને આમોદ પોલીસ દ્વારા કબરમાંથી બહાર કાઢવામાં આવી.

આ મામલે આમોદ પોલીસે બાળકના પિતા કાંતિભાઈ ચુનાલાલ રાઠોડ અને ભુવા તરીકે કામ કરતા કાકા સંજયભાઈ ચુનીલાલ રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. સાથે જ આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે સરકારે અંધશ્રદ્ધા વિરોધી બિલ તો પસાર કરી દીધું પણ આ અંધશ્રદ્ધાની આડમાં જીવ લેતા ભૂવાઓ પર ક્યારે લગામ કસવામાં આવશે ?

આ પણ વાંચોKolkata Doctor Death : કોલકાતામાં ડોક્ટરના મોત મામલે સંદીપ ઘોષે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા, HC પર ઉઠ્યા પ્રશ્નો

Read More

Trending Video