Chaitar Vasava Vs Mansukh Vasava : ભ્રષ્ટાચારનો રેલો કમલમ સુધી જાયે છે એટલા માટે તેઓ ખોટા કેસ કરીને ફરી મને ફસાવવા માંગે છે : Chaitar Vasava

May 18, 2024

Chaitar Vasava Vs Mansukh Vasava : ભરૂચ લોકસભાની (Bharuch) હોટ સીટ પર ચૂંટણી બાદ પણ ઘમાસણ જોવા મળી રહ્યું છે. ગઈ કાલે ફરી એક વાર આપના (aap) ઉમેદવાર ચૈતર વસાવા (Chaitar vasava) અને ભાજપ (BJP) ઉમેદવાર મનસુખ વસાવા (Mansukh vasava) આમને સામને આવ્યા હતા. ગત રોજ દેડિયાપાડામાં (dediapada) ચૈતર વસાવા અને મનસુખ વસાવાના સમર્થકો સાથે બન્ને પક્ષના કાર્યકરોના ટોળે ટોળા ઉમટી પડતા પરિસ્થિતિ વણસી હતી. જેથી પોલીસને પરિસ્થિતિ નિયંત્રણ માટે વચ્ચે પડવું પડ્યું હતું. આ બબાલ અંગે ચૈતર વસાવા સાથે નિર્ભય ન્યુઝે ખાસ વાતચીત કરી હતી જેમાં તેમણે મનસુખ વસાવા તેમને ફરી એક વાર ફસાવવા માંગતા હોવાનું જણાવ્યું હતુ આ સાથે  મનસુખ વસાવાને ચીમકી પણ આપી હતી.  જોકે તેઓ ફરી આવી કોશીશ કરશે તો ઘર્ષણ માટે તૈયાર રહે.

મનસુખ વસાવા અને ચૈતર વસાવા ફરી આવ્યા આમને સામને

ચૈતર વસાવાએ કહ્યુ કે, અમે તાલુકા પંચાયતમાં બેઠા હતા અમે ચર્ચા કરી રહ્યા હતા , અત્યાર સુધી કેટલી ગ્રન્ટ ક્યાં વપરાઈ છે. આ વાતને લઈને તેમણે પોતાની આઈડીમાં મારા નામ જોગ પોસ્ટ કરી કે,મારા પર તાલુકા વિકાસ અધિકારીઓને ધમકાવવાનો આરોપ મુકેલો , તેમણે ઉશ્કેરણીજનક પોસ્ટ કરી કે બધા તાલુકા પંચાયત ડેડીયાપાડા ખાતે પહોંચો અને હું પણ નીકળી ગયો છું. હુ પણ આ પોસ્ટ જોઈને ચોંકી ગયા, તેમણે બધાને ભેગા કર્યા તેમજ તેમણે ટીડીઓને પણ ધમકાવ્યા કે, તમારે ફરિયાદ આપવી પડશે. તેથી ટીડીયો પણ ત્યાંથી ભાગી ગયા , પછી તેમને પોસ્ટને લઈને અમે ત્યાં ગયા, અને અમારી સરકાર છે અમે કહીશુ તે થાશે વગેરે કહેવા લાગ્યા, એટલે મેં તેમને કહ્યુ કે, સાંસદ કોન બનશે તે 4 તારીખે ખબર પડી જશે. આ બાબતને લઈને અમારી બોલાચાલી થઈ હતી. તેમને ડર છે કે, મારી ઘેર હાજરીમાં બજેટોમાં તે લોકોએ બહારની એજન્સીઓને લાવીને તેની ટકાવારી લઈને જે કમલમમાં ખર્ચો કર્યો છે થોડા જ દિવસમાં બધુ ખુલ્લુ પડવાનું છે અને તેનો રેલો કમલમ સુધી જવાનો છે.

કેમ થઈ હતી બબાલ ?

વધુમાં તેમને કહ્યું કે, તે એટલા માટે ગુસ્સે થયા હતા કે, તેમને 4 કરોડ રુપિયા વિકાસશીલ તાલુકાની જોગવાઈના આવ્યા હતા તે તેમના સંગઠનના લોકોએ બહારની એજન્સીઓને કંઈ કામ વગરના પૈસા આપી દીધા. હુ લડી લડીને તેને અહીં લાવ્યો હતો વર્ષો સુધી કોઈને ખબર પણ ન હતી કે આવી કોઈ યોજના આવે છે. ટ્રાઈબલના 3 કરોડ 90 લાખ રુપિયાનું બડેટ આ લોકોએ ક્યા વાપર્યું છે તેનો પુરાવો તેમની પાસે નથી. વધુમા ચૈતર વસાવાએ તેમની ઘેર હાજરીમાં ખોટા બિલ બનાવીને વધારે પૈસા પડાવી દીધા હોવાનો આક્ષેપ પણ કર્યે હતો. તેમને કહ્યુ કે, હુ ક્હયું કે, બહારની એજન્સીઓને અહીં શુ જરુર છે તેવા સવાલો કર્યા હતા. વધુમાં તેમને કહ્યું કે, મે તેમની પાસે કઈ ગ્રાન્ટ કયા વાપરી તે અંગે સવાલ પૂછતા તરત અહીં કેમ દોડી આવ્યા તેઓ અહીં દોડી આવ્યા તે બતાવે છે. અહીં વિકાસના કામોમાં ભષ્ટાચાર થયું છે તેને અમે આવનારા દિવસોમાં ખુલ્લુ પાડવાના છીએ. આમાં ભાજપના સંગઠનના લોકોએ પણ ભાગ ભજવ્યો તેને પણ અમે ખુલ્લા પાડીશું.પોલીસને મેં વીનંતી કરી કે, જ્યારે અમે આવું કઈ કરીએ ત્યારે મનસુખ વસાવા દોડી આવે છે. આ ભષ્ટાચારનો રેલો તેમના કમલમ સુધી જાયે છે. એટલા માટે તેમને ડર સતાવે છે. એટલે તેઓ ભીનું સકેલવાના પ્રયાસ કરી રહ્યા છે.

મનસુખ વસાવા હારે છે એટલે બોખલાઈ ગયા છે : ચૈતર વસાવા

વધુમાં તેમને કહ્યું કે,આવનાર 4 તારીખે મનસુખ ભાઈનો ઘમંટ અને અહમ તૂટી જશે. મનસુખભાઈ અને ભાજપ હજુ પણ એવું વિચારી રહી છે કે, કયાક આડુ અવળુ કરીને અમે જીતી જઈએ, પણ તેવું થવાનું નથી આ વખતે અમે જીતીએ છીએ અને મનસુખભાઈ હારે છે એટલા માટે તેઓ બોખલાઈ ગયા છે.વધુમાં તેમણે કહ્યુ કે, મનસુખભાઈ અમારી પર ખોટા કેસ કરાવવામા માટે કેટલા પ્રયાસો કરે છે. ટીડીઓ પણ ખોટા કેસ ના કરવા પડે એટલા માટે તે ભાગી ગયો. અગાઉ તેમણે અમારા પર ખોટા કેસ કરીને અમને ફસાવ્યા છે પરંતુ હવે અમે જાગી ગયા છે. હવે જો તેઓ અમારી પર ખોટા કેસ કરશે તો અમે પોલીસ અને વહીવટી તંત્ર સામે પણ ઘર્ષણામાં ઉતરીશું. હવે અમે સહીન કરીશું નહીં. હવે અમે ડબલ તાકાતથી તેમની સામે લડીશુ.

ચૈતર વસાવાનો પોલીસ પર આક્ષેપ

પોલીસ અન્ય જગ્યાએ ફરિયાદ નથી નોંધતી અને ટીડીઓ ફરિયાદ નથી કરવા માંગતા તો તેમને શોધે છે. પોલીસ અમારી પર ખોટો કેસ કરવા માંગે છે. સરકારને વાહલા થવા માટે ઉપરથી ઓર્ડર મળે એટલા માટે આ કરે છે. પોલીસને પણ અમે કહ્વા માંગીએ છીએ કે, તમે નિષ્ઠા પૂર્વક કામ કરો તો અમે તમને સહકાર આપીશું પરંતુ જો તમે કોઈના દબાણમાં આવીને એક તરફી કાર્યવાહી કરશો તો અમે પોલીસ સામે ઘર્ષમાં ઉતરીશું.

 મનસુખ વસાવા બુટલેગર સાથે ફરે છે :  ચૈતર વસાવા

ચૈતર વસાવાએ બબાલ દરિયાન બુટલેગરની બુમ પાડવા અંગેકહ્યું કે, મનસુખ વસાવાની બાજુમાં બુટેલેગર ઉભો હતો અહીં વર્ષોથી અહી દારુનો ધંધો ચાલે છે.મનસુખભાઈ બુટલેગરને 24 કલાક સાથે લઈને ચાલે છે.દારુના કંટેનરો તે લોકો મંગાવે છે. ભાજપના લોકો પૈસા લઈને દારુના ધંધા કરાવે છે તેમના પર કેમ કોઈ કાર્યવાહી કેમ નથી કરવામા આવતી.હુ મારા વિસ્તારમાં શાંતિનો માહોલ ઈચ્છું છુ એટલા માટે જો મનસુખ ભાઈ અમને આવીને કહે કે, આપડે બેસીને વાત કરીએ, તો તેના માટે હુ તૈયાર છું. પણ જો મનસુખભાઈ અને વહીવટીતંત્ર આવનારા દિવસોમાં અમારે આંદોલન કરવા પડશે તો અમે કરીશું.

આ પણ  વાંચો :  Amreli : બગસરા પાલિકાના સફાઈ કર્મીઓનું હલ્લાબોલ, 5 મહિનાથી પગાર વિહોણા કર્મીઓએ સતાધીશોના લીધા છાજીયાં

Read More