Bharuch:શું દારૂનાં હપ્તા કમલમ સુધી જાય છે? ચૈતર વસાવાએ પુરાવા સાથે કર્યો મોટો ખુલાસો

July 10, 2024

Bharuch: ભરુચમાં (Bharuch) ફરી એક વાર દારુ મુદ્દે રાજકારણ (Politics) ગરમાયું છે. ડેડિયાપાડાના (dediapada) ધારાસભ્ય ચૈતર વસાવાએ (Chaitar vasava) ખુલ્લેઆમ ખરાબ ક્વોલિટીનો દારુ (liquor) વેચાતો હોવાનો અને તેમાં પોલીસ અધિકારીઓની (Police officers) હપ્તાખોરીથી આ દારુનો ધંધો ચાલી રહ્યો હોવાથી તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ સાથે દારુના હપ્તાના પૈસા કમલમ (BJP) સુધી પણ જતા હોવાનો આક્ષેપ કર્યો છે. તેમજ જો આ મામલે 7 દિવસમાં કાયદેસરની કાર્યવાહી નહીં કરાવમા આવે તો દારુના ઠેકા પર જનતા રેડ કરવાની અને આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.

ભરુચમાં ચાલતા દારુના ધંધા અંગે ચૈતર વસાવાનો ખુલાસો

ચૈતર વસાવાએ કહ્યુ કે, ભરૂચ શહેરમાંથી યુવાનોએ આવીને અમને ફરિયાદ કરી છે કે, ભરૂચ શહેરમાં ખુલ્લેઆમ ડી ક્વોલિટીનો ઈન્જેક્શનો નાખીને કેમિકલ વાળો દેશી દારુ વેચાય છે. અને આ દારુ વેચાવવા માટે પોલીસ તેમને મદદ કરે છે. અને પોલીસ જ તેમને કહે છે કે, તમારે દારુ વેચવાનો. આ સાથે પોલીસ દ્વારા જે હપ્તા ઉઘરાવવામા આવે છે તેના વીડિયો પણ બતાવ્યા હતા. તેમાં LCB,SOG અને બી ડિવિઝનના તમામ અધિકારીઓ હજારો લાખોના હપ્તા લેતા હોવાના વીડિયો ફુટેજ અમારી પાસે આવ્યા છે. ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ કે, દારુબંધીના નામે કરોડો રુપિયાનો ખર્ચો થાય છે. ગાંધીના ગુજરાતમાં મોટા મોટા ફાંકા ફોજદારી કરવામા આવે છે. આ પોલીસની રહેમનજર હેઠળ આટલી બધી હપ્તાખોરીથી દારુના ધંધા ભરૂચ જિલ્લામાં ચાલે છે. તેના હપ્તા ઉચ્ચ અધિકારીઓ સુધી તો જતા જ હશે. પણ ભાજપના કમલમ સુધી પણ જતા હશે તેવું પણ મને લાગી રહ્યું છે. તો જ આટલા મોટા પ્રમાણમાં દેશી દારુ અને ઈગ્લીશ દારુના ઠેકાઓ ચાલે.

સરકાર અને પોલીસ તંત્રને ચૈતર વસાવાએ આપી ચીમકી

વધુમાં તેમણે કહ્યું કે, સરકાર અને પોલીસ તંત્રને અમે કહેવા માંગીએ છીએ કે, જો કોઈ પણ પોલીસના અધિકારીઓ આ હપ્તાખોરીમાં જોડાયેલા છે. તેમના પર જો 7 દિવસ પછી કાયદેસરની કાર્યવાહી નહીં કરાવમા આવે તો રોડ પર પણ ઉતરીશું અને તે ઠેકાઓ પર જનતા રેડ પણ કરીશું. અને આવનાર દિવસોમાં ખુબ મોટુ આંદોલન પણ કરવામા આવશે.

આ પણ વાંચો :  Imd Monsoon Alert : હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતા Red, Yellow કે Orange Alert ને સમજો

Read More

Trending Video