Bharuch: ભરુચના સાંસદ મનસુખ વસાવા ( MP Mansukh Vasava) અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા (MLA Chaitar Vasava) ફરી એક વાર આમને સામને આવ્યા છે. મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે હવે નવો વિવાદ સર્જાયો છે. ભરૂચના (Bharuch) સાંસદ મનસુખ વસાવાએ રાજપીપળા ખાતે ગઈ કાલે એક પ્રેસ કોન્ફરન્સ કરીને આમ આદમી પાર્ટીના (AAP) ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પર કેટલાક આક્ષેપો કર્યા હતા. મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર આરોપ લગાવ્યો હતો કે, ચૈતર વસાવાના ઘરનું બાંધકામ ગેરકાયદેસર રીતે વન વિભાગની જગ્યા પર કરવામા આવ્યું છે. મનસુખ વસાવાએ ચૈતર વસાવની વૃતિ ખરાબ હોવાનો દાવો કર્યો છે. ત્યારે આ મામલે ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે.
મનસુખ વસાવાના ચૈતર વસાવા પર મોટા આક્ષેપ
મનસુખ વસાવાએ કહ્યુ કે, ચૈતર વસાવા સસ્તી પ્રસિદ્ધિ માટે આ પ્રકારના નાટક કરે છે. તેમને જનતા રેડ કરવી હોય તો હુ લિસ્ટ આપુ કે, તેમના વિસ્તારમાં ખાન ખનીજ વાળા કે બે નંબરનો ધંધો કરવા વાળા કોન કોન છે ચૈતર વસાવાના ઘરનું બાંધકામ ગેરકાયદેસર રીતે વન વિભાગની જગ્યા પર કરવામા આવ્યું છે. જો આગેવાન જ ગેરકાયદેસર કામ કરશે તો સામાન્ય માણસ કેમ ન કરે. ચૈતર વસાવાની વૃતિ હાથીના દાંત દેખાડવાના જુદા અને ચાવવાના પણ જુદા તેવી છે. વધુમાં તેમણે કહ્યું કે, ચૈતર વસાવા પડદા પાછળ ગુનેગારોને ઉશ્કેરે છે. ગુનો કરાવે છે અને મીડિયા સમક્ષ અને લોકોની સમક્ષ સુફિયાની વાતો કરે છે. પરંત હવે જનતા તેને ઓળખી ગઈ છે.
ચૈતર વસાવાએ મનસુખ વસાવાના આરોપનો આપ્યો જવાબ
આ મામલે ચૈતર વસાવાએ કહ્યું કે, મનસુખ વસાવાએ જે મારી પર જે આરોપ લગાવ્યો તે બનાવની વિગતો એવી છે કે, ભરુચના એક પત્રકાર દ્વારા સાગબારા મામલતદારને ફોન કરીને ધ્યાન દોરવામાં આવે છે કે, સેલંબા ખાતે અનાજ સગેવગે કરવાની ગતિવિધી ચાલે છે.મામલતાદ પોલીસ સહિતની ટીમ લઈને ત્યાં પહોંચે છે તાત્કાલિક ગોડાઉન સીલ કરવામા આવે છે. અને અનાજ કબ્જે લેવામાં આવે છે આ અનાજ ભાજપના કોન્ટ્રાક્ટર મનીષ શાહ જેમનો કોન્ટ્રાક્ટ ગુજરાતના છ જિલ્લામાં છે.તેમની ભાજપના મોટા નેતાઓ સાથે ઉઠક બેઠક છે અને તેના કારણે જ આટલા જિલ્લાઓમાં તેમને કોન્ટ્રાક્ટ મળ્યો છે. જે ગોડાઉન ત્યાં પકડાયું છે તે સેલંબાના સચિન શાહનું છે અને તે બેન્નેની મિલીભગતથી વર્ષોથી આ અનાજનું કૌભાંડ ચાલે છે.
સાગબારામાં અનાજ કૌભાંડ મામલે શું કહ્યું ?
આ મામલે આપ પાર્ટીના ઉપપ્રમુખ શૈલેન્દ્ર બહાદુર સિંહ ઠાકોરને એટલા માટે આરોપી બનાવી દેવામાં આવ્યા છે કે, આ ગોડાઉન અગાઉ એક મહિના માટે ભાડે આપ્યું હતુ જેના કોઈ પુરાવા નથી અને બીજા આરોપી કોંગ્રેસના અનંત વસાવાને બનાવવા માં આવ્યા છે તેમનો વાંક એટલો છે કે, મનીષ શાહનો ફોન આવે છે કે અનાજ મોકલવા માટે ટેમ્પો જોઈએ છે તેમને ખબર નહોતી આ આટલું મોટુ કૌભાંડ ચાલે છે. આ કૌભાંડમાં પોતાના નેતાઓને બચાવવા માટે મનસુખ વસાવા અને ભાજપ આ કૌભાંડ પોતાના માણસોને બચાવીને આ કૌભાંડ આમ આદમી પાર્ટીનું છે તેવું સાબિત કરવા માંગે છે. અમે ક્યારેય કોઈને બચાવવા માટે કોઈ ભલામણ નથી કરી.,,
ખાણો પર રેડ કરવા મામલે આપ્યો આ જવાબ
મનસુખ વસાવાના ખાણો ખનીજો પર રેડ કરવા મામલે કહ્યું કે, 21 જુનના રોજ મે મનસુખ વસાવાને પત્ર લખીને એક યાદી મોકલાવી છે કે, આટલી જગ્યાઓ પર 73 AA ની જમીનો પર ગેરકાયદેસર ખાણો , રેતીની લીજો અને સીલીકાપ્લાન્ટ ચાલે છે. તેની તપાસ માટે જવાનું કહ્યુ હતુ પંરતુ આજ સુધી તેમને મને સમય આપ્યો નથી.
જંગલ ખાતાની જમીન પર ઘર બનાવવાના આક્ષેપ પર ચૈતર વસાવાનો ખુલાસો
વધુમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે, ચૈતર વસાવાનું ઘર જંગલ ખાતાની જમીનો પર બની ગયું છે. ત્યારે મનસુખ વસાવાને વિનંતી કરુ છે કે, તમે પહેલા ફોરેસ્ટમાં ફોન કરીને પૂછી લો કે આ જમીન ચૈતર વસાવાની છે કે, જંગલ ખાતાની છે. પછી ટેટમેન્ટ આપશો તો વધારે સારુ રહેશે. કેવડિયામાં આટલી બધી જમીનો છીનવાઈ ગઈ, નર્મદાના, કરઝણ અને ઉકાઈડેમના વિસ્થાપિતો હજુ પણ ભટકે છે. તેમને હજુ સુધી તેમને વળતળ નથી મળ્યું આ વિસ્તારોમાં શાળાઓમાં ઓરડા નથી. દવાખાનમાં ડોક્ટરો – સાધનો નથી ત્યાં મનસુખ વસાવા ક્યારેય બોલશે નહીં પરંતુ ચૈતર વસાવા શું કરે છે તેમાં મનસુખ વસાવાને ખુબ રસ છે. હાલમાંજ નર્મદા 20 કરોડજનું જે આલિશાન કમલમ બનાવવામા આવ્યું છે તે મનસુખ વસાવાએ ક્યાંથી પૈસા લાવીને બનાવ્યું તેનો ખુલાસો પણ મનસુખ વસાવા કરે..