આ તારીખે BTP અધ્યક્ષ મહેશ વસાવા કરશે કેસરિયા, મનસુખ વસાવા સહીત નેતાઓએ કરી હતી મુલાકાત

March 6, 2024

લોકસભાની ચૂંટણી  (Loksabha Election) જેમ જેમ નજીક આવી રહી છે તે તોડજોડની રાજનીતિ (politics) વધુ સક્રિય થઈ રહી છે, લોકસભા ચૂંટણી બહુમતીથી જીતવા માટે ભાજપ (BJP) વિપક્ષના સુપડા સાફ કરી રહ્યું છે ત્યારે ગુજરાતની બહુચર્ચિત ભરુચ (Bharuch) બેઠક જીતવા માટે ભાજપે એક નવો દાવ રમ્યો છે. આપના ઉમેદવાર ચૈતર વસાવાની (Chaitar vasava) વધતી લોકપ્રિયતા જોઈ હવે ભાજપ આદિવાસી વોટ બેંક મજબુત કરવા માટે ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP) ભાજપમાં સમાવી લેવા પ્રયાસ કરી રહ્યું છે.

મહેશ વસાવાને ભાજપમાં જોડાવવા માટે તખ્તો તૈયાર

આદિવાસીઓના મસિહા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાને ભાજપમાં જોડાવવા માટે તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે, 11 માર્ચે કમલમ ખાતે ભવ્ય કાર્યક્રમમાં મહેશ વસાવા તેમના સમર્થકો સાથે કેસરિયો ખેસ ધારણ કરી શકે છે. જે બાદ BTP નું ભાજપમાં વિલીનીકરણ થઈ શકે છે.

થોડા દિવસ પહેલા સી આર પાટીલ સાથે કરી હતી મુલાકાત

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ જ BTS અધ્યક્ષ મહેશ વસાવાએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ સાથે મુલાકાત કરી હતી. જેના ફોટા પણ સોશિયલ મીડિયામા ખુબ વાયરલ થયા હતા.

મનસુખ વસાવાએ અગ્રણીઓ સાથે મહેશ વસાવાની મુલાકાત કરી

ગઈ કાલે ચંદેરિયા સ્થિત વ્હાઇટ હાઉસ ખાતે મહેશ વસાવા સાથે ભાજપના ભરૂચ બેઠકના ઉમેદવાર મનસુખ વસાવાએ અગ્રણીઓ સાથે BTP અધ્યક્ષ મહેશ વસાવાની મુલાકાત કરી હતી. જેમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મરૂતિસિંહ અટોદરિયા અને સહકારી આગેવાન અને નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલે મહેશ વસાવાએ પક્ષમાં આવકાર આપ્યો હતો. કહેવામા આવી રહ્યું છે કે, મહેશ વસાવાનો ભાજપમાં જોડાવાનો તખ્તો તૈયાર કરવાના ભાગરૂપે આ બેઠક યોજાઈ હતી. ત્યારે હવે જાણવા મળી રહ્યું છે કે, મહેશ વસાવા 11 માર્ચે કમલમ ખાતે ભવ્ય કાર્યક્રમમાં સી આર પાટીલના હસ્તે કેસરિયો ધારણ કરી શકે છે. આમ ભરુચની લોકસભા સીટ પર ખરાખરીનો જંગ જોવા મળશે.

છોટુ વસાવાએ આપ્યું હતુ આ નિવેદન

ઉલ્લેખનીય છે કે, આ મામલે મહેશ વસાવાના પિતા અને ઝઘડિયાના માજી ધારાસભ્ય છોટુ વસાવાએ જણાવ્યું હતુ કે, મહેશ ના સમજ છે એને કોઈએ ચઢાવ્યો હશે બાકી ભાજપ કે કોંગ્રેસમાં જવાથી આદિવાસી સમાજનું ઉત્થાન થવાનું નથી. જો કે મહેશ વસાવા પોતાની ટીમ સાથે ભાજપમાં જોડાવા મક્કમ દેખાઈ રહ્યા છે.

આ પણ વાંચો : ‘અયોધ્યાના આમંત્રણ આવ્યા અને અંબાણીના આમંત્રણ ન મળ્યા’ નયનાબાની પોસ્ટએ જગાવી ચર્ચા

Read More

Trending Video