Bharuch BJP : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ પેડલરો બેફામ બન્યા છે. સરકાર મોટા મોટા દવાઓ કરે છે કે અમે ડ્રગ્સ પકડીએ છીએ. પરંતુ આ ડ્રગ્સ આવે છે ક્યાંથી એ ક્યારેય પણ વિચારો છો ? ગુજરાતની સરહદમાં લાવે છે કોણ ? અને હવે તો હદ ત્યાં થઇ કે જ્યાં ભાજપ નેતાઓની ડ્રગ્સ સાથે સંડોવણી બહાર આવે છે. ત્યારે હવે ભરૂચથી આવો જ એક કેસ સામે આવ્યો છે. જેમાં ભાજપ નેતાની સંડોવણી બહાર આવી છે.
ભરૂચ નજીક આવેલા રહાડપોર ગામે એક સ્કૂલવાનમાંથી ઝડપાયેલા ડ્રગ્સના કેસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. સ્કૂલવાન ચાલક ગામના કૌભાંડો અંગે આરટીઆઇ કરી માહિતી માંગતા ગામના સરપંચના પતિ તેમજ ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રીએ સ્કૂલવાનમાં 4 લાખની સોપારી આપી ડ્રગ્સ મૂકાવી ચાલકને ફસાવ્યો હોવાની વિગતો જાણવા મળતાં આખરે પોલીસે સરપંચના પતિ, વડોદરાના ડ્રગ્સ સપ્લાયર સહિત ત્રણની ધરપકડ કરી છે.
ભરૂચ નજીક આવેલા રહાડપોર ગામે સ્કૂલવાન ચાલક પ્રકાશ અંબાલાલ પટેલની ગાડીમાં ૬૨ ગ્રામ એમડી ડ્રગ્સ તથા 5-5 ગ્રામની ડ્રગ્સ પેક કરવાની થેલી અને વજનકાંટો સહિતનો મુદ્દામાલ એસઓજી પોલીસે કબજે કરી સ્કૂલવાન ચાલકની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતાં. રિમાન્ડ દરમિયાન સ્કૂલવાન ચાલક પ્રકાશ પટેલ એમડી ડ્રગ્સનો વેપાર કરતો હોય અથવા તો ડ્રગ્સ કોની પાસેથી લાવતો હોય તેવા કોઈ પુરાવા મળ્યા ન હતાં. દરમિયાન પ્રકાશ પટેલે ગામના સરપંચે ફસાવ્યો હોવાની વાત સામે આવી હતી.
જે બાદમાં રહાડપોર ગામના મહિલા સરપંચના પતિ અને પૂર્વ ડેપ્યુટી સરપંચ તેમજ ભરૂચ ભાજપ લઘુમતિ મોરચાના મહામંત્રી ગુલામ ફરીદ અબ્દુલ્લા પટેલને પોલીસે બોલાવી કડક પૂછપરછ અને તેના મોબાઈલની સીડીઆર સહિત ઝીણવટભરી તપાસ કરવામાં આવતા આખરે તેઓ પડી ભાંગ્યા હતા. અને પ્રકાશ પટેલની ગાડીમાં ડ્રગ્સ સહિતની સામગ્રી મૂકવા માટે છેલ્લા બે મહિનાથી કાવતરું રચાયું હોવાની કબૂલાત કરી હતી. સ્કૂલવાનમાં સામગ્રી મૂકવા માટે રહાડપોર ગામના આશિયાના પાર્કમાં રહેતા અહેમદખાન ઉર્ફે શાહરુખ પઠાણને 4 લાખ આપવાનું નક્કી કરી 3.50 લાખ અને ડ્રગ્સ સહિતની સામગ્રીઓ મૂકવા માટે આપ્યા હતાં. પોલીસે સ્કૂલવાનમાં ડ્રગ્સ મૂકનાર અહેમદખાન ઉર્ફે શાહરુખ પઠાણની ઘરપકડ કરી હતી.
અહિયાં સવાલો એ ઊભા થાય છે કે જ્યાં જ્યાં ડ્રગ્સ નામ આવે ત્યાંત્યાં હવે ભાજપનું નામ પણ સામે આવે છે. આગાઉ પણ સુરતમાં ભાજપ યુવા મોરચનો કાર્યકર્તા ડ્રગ્સ સાથે પકડાયો અને એતો ગૃહમંત્રી હર્ષ સંઘવીનો ખાસ મિત્ર છે. ત્યારબાદ મોરબીમાંથી ડ્રગ્સ પકડયું તેમાં પણ મોરબીના ધારસભ્ય કાંતિ અમૃતિયાનો રાઇટ હેન્ડ એહમદ સુમરા એ પણ ડ્રગ્સ સાથે પકડાયો..હવે તો હદ થઈ ગઈ અંગત અદાવતમાં ફસાવવા માટે ભાજપના લઘુમતી મોરચાના મહામંત્રી ગુલામ ફરીદ અબ્દુલ્લા પટેલ કોઈને ફસાવવા માટે ડ્રગ્સનો ઉપયોગ કરે છે હર્ષભાઈ હવે તમે આમને કેવી સજા આપાવશો?
આ પણ વાંચો : Delhi AAP : દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, 5 કાઉન્સિલરો એક સાથે BJPમાં જોડાયા