Bharti Ashram Controversy : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદ સરખેજ ભરતી આશ્રમનો વિવાદ અત્યારે સૌથી વધુ ચર્ચાનો વિષય બની ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી આ મામલે કોઈને કોઈ નવા વળાંક આવી રહ્યા છે. અચાનક હરિહરાનંદ બાપુ ભરતી આશ્રમ પહોંચી અને ત્યાંથી ઋષિ ભરતી બાપુના સમર્થકો અને વિશ્વેશ્વરી માતાજી સહિતના લોકોને આશ્રમમાંથી બહાર કાઢી નાખવામાં આવ્યા હતા. જે બાદ આ વિવાદે જોર પકડ્યું હતું. સાથે જ ઋષિ ભારતી બાપુ પર પણ આરોપો લગાવવામાં આવ્યા. ત્યારબાદ અચાનક આ વિવાદમાં હવે કીર્તિ પટેલ (Kirti Patel)ની એન્ટ્રી થઇ. અને તે અચાનક પહોંચી ગઈ ભારતી આશ્રમ. જ્યાં તેણે ઋષિ ભારતી બાપુ (Rushi Bharti Bapu)ના રૂમનો વિડીયો બનાવ્યો અને ઘણા ખુલાસાઓ કર્યા અને સાથે જ આરોપો પણ લગાવ્યા. હવે ત્યારબાદ આજે વિશ્વેશ્વરી માતાજી (Vishveshwari Mataji) દ્વારા આ મામલે આજે પ્રેસ કોન્ફરન્સ (Press Conference) કરી ખુલાસાઓ કરવામાં આવ્યા છે.
વિશ્વેશ્વરી ભારતીએ શું કર્યા ખુલાસાઓ ?
2 દિવસ પહેલા કીર્તિ પટેલે અમદાવાદ સરખેજ ભારતી આશ્રમ ખાતે એક વિડીયો બનાવી ઘણા ખુલાસાઓ કર્યા હતા અને ઋષિ ભારતી બાપુ અને વિશ્વેશ્વરી માતાજી પર આરોપો લગાવ્યા હતા. જેને લઈને આજે વિશ્વેશ્વરી ભારતીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી જેમાં તેમણે કીર્તિ પટેલના આરોપો પર ખુલાસાઓ કર્યા છે. જેમાં તેમણે કહ્યું કે, મારા અને બાપુ વચ્ચે કોઈ જ આડા સંબંધો નથી. અને તેમના રૂમમાંથી મળેલા ત્યાં રહેતી નિરાધાર બાળકીના છે. સાથે જ તેમણે કહ્યું કે, આશ્રમમાં દીકરી છે તે તેની નથી. તે નિરાધાર બાળકી છે. જેને અમે આશ્રમમાં ઉછેરીએ છીએ.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિશ્વેશ્વરી માતા રોવા લાગ્યા અને કીર્તિ પટેલના આરોપોને ફગાવતા કહ્યું કે, મેં સન્યાસ ધારણ કર્યો છે. એનો મતલબ એવો તો નથી કે હું કપડાં પહેરવાના બંધ કરી દઉં. એક સાધ્વી પર આ પ્રકારના આરોપો ના લગાવવા જોઈએ. હરિહરાનંદ બાપુ મારા પર આરોપો લગાવી રહ્યાં છે. પણ એ મારા પિતા સમાન છે અને તે આ પ્રકારના આરોપો લગાવે તે એક પિતાને સારું ના લાગે. હવે આ સમગ્ર મામલો અત્યારે કોર્ટમાં છે અને ત્યાંથી સાચો નિર્ણય આવશે. આ આશ્રમમાં મને વિશ્વંભર ભારતી બાપુ લાવ્યા હતા. અને તેને કારણે જ હું અહીંયા છું. મારુ સાધ્વીનું પદ છે જ તે હરિહરાનંદ બાપુના કહેવાથી જતું રહેશે નહિ. તેનો નિર્ણય સમગ્ર અખાડા દ્વારા કરવામાં આવે છે.
ત્યારે કીર્તિ પટેલના આ વીડિયોને લઈને વિશ્વેશ્વરી માતાજી દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં આરોપોને ફગાવવામાં આવ્યા છે. પરંતુ અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે કીર્તિ પટેલ અચાનક આ આશ્રમમાં કેવી રીતે પહોંચી ગયા ? અને પહોંચ્યા છતાં આશ્રમના રૂમમાં કેવી રીતે જવા મળ્યું ? ત્યારે હવે વિશ્વેશ્વરી માતાજીએ પણ આ મામલે પોતાનો પક્ષ લઈને જાહેરમાં આવ્યા છે. ત્યારે જોવાનું રહ્યું કે હવે આ મામલે શું નવા ખુલાસાઓ થયા છે.
આ પણ વાંચો : Gujarat Rain Alert : ગુજરાતમાં વરસાદે મચાવી તબાહી, આગામી 5 દિવસ આ જિલ્લાઓ માટે મુશળધાર વરસાદનું એલર્ટ