Bharti Ashram Controversy : અમદાવાદમાં આ વખતે બે સાધુઓ વચ્ચે વિવાદ સામે આવ્યો છે. અને એ પણ ગુરુ અને શિષ્ય વચ્ચે. અમદાવાદના સરખેજમાં આવેલા ભરતી આશ્રમ મામલે ફરી એક વાર વિવાદ સામે આવ્યો છે. સરખેજનું આશ્રમસંભાળતા ઋષિ ભરતીબાપુના ગુરુ મહામંડલેશ્વર હરિહરાનંદ અચાનક ગઈકાલે અડધી રાત્રે જૂનાગઢથી સમર્થકો સાથે પહોંચ્યા હતા. જે બાદ આ વિવાદ સતત વધી રહ્યો છે. હરિહરાનંદ તેમના 100 જેટલા સમર્થકો અને બાઉન્સર્સ સાથે અચાનક જ કોર્ટના ઓર્ડર સાથે આશ્રમમાં પ્રવેશ કર્યો હતો. આ સમગ્ર ઘટનાની આગલી સાંજથી જ આ આશ્રમ સંભાળતા મહંત ઋષિ ભારતીબાપુ બહાર હતા. તે દરમિયાન આ ઘટના બની. આશ્રમમાં પ્રવેશ બાદ હરિહરાનંદ બાપુએ આશ્રમની મુખ્ય ગાડી પર કબ્જો જમાવ્યો હતો.
મળતી માહિતી મુજબ ભારતી આશ્રમ મુદ્દે વિવાદ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યો છે. આ વિવાદ મહામંડલેશ્વર હરિહરાનંદના ગુરુ વિશ્વંભર ભારતીબાપુના મૃત્યુ બાદ આશ્રમના વારસદાર કોણ તેનો વિવાદ શરુ થયો હતો. આ આશ્રમને સંલગ્ન ગુજરાતમાં કુલ ચાર આશ્રમો આવેલા છે. જેની બધું મળીને કુલ સંપત્તિ અંદાજે 500 કરોડની છે. જેના કારણે આ સમગ્ર વિવાદ વકરી રહ્યો છે.
આ મામલે ઋષિ ભારતીબાપુએ શું કહ્યું ?
મહંત ઋષિ ભરતી બાપુએ હરિહરાનંદના દરેક આરોપને ફગાવ્યા છે. અને તેમણે કહ્યું છે કે હરિહરાનંદ છેલ્લા એક-દોઢ વર્ષથી ગાયબ હતા. તો હવે કેમ અચાનક સામે આવ્યા છે. જયારે પણ આ શ્રાવણ મહિનો આવે અને ભંડારાની વાત આવે ત્યારે તેઓ સામે આવે છે. અને આ પ્રકારના વિવાદ ઉભા કરે છે. આટલું જ પૂરતું નથી. વધુમાં તેમણે કહ્યું કે, આ સમગ્ર મામલો ઉત્તરાધિકારીના જ્ઞાતિ આધારી બની ગયેલો છે. અત્યારે ઉત્તરાધિકારીનો વિવાદ જ્ઞાતિ આધારિત બની ગયો છે.
આ સમગ્ર મામલે વધુમાં ઋષિ ભારતી બાપુએ કહ્યું હતું કે, ચોક્કસ સમાજનો સાધુ ઉત્તરાધિકારી હોવો જોઈએ, એવું તેમનું માનવું છે. અત્યારે હાલ હરિહરાનંદજીએ ઉત્તરાધિકારી તરીકે કબજો મેળવી લીધો છે. હું સંપત્તિ માટે સાધુ બન્યો નથી. હરિહરાનંદ બાપુ નર્મદા, જૂનાગઢ અને ભાટના વાંકીયા ખાતેના આશ્રમનું સંચાલન કરે છે તેનો કોઈ વાંધો નહિ પણ સરખેજ ખાતે અન્ય સમાજના સાધુને લઈને હરિહરાનંદ બાપુ આ કરતા હોવાના ઋષિ ભારતી બાપુના આક્ષેપ કરતા નર્મદા ખાતેના આશ્રમમાં હરિહરાનંદ બાપુ સાધુ સંતને શોભે નહિ તેવા વર્તન કર્યા હોવાથી નર્મદા નિગમે તે આશ્રમ નો કબજો મેળવવા ઋષિ ભારતી બાપુએ અપીલ કરી હતી.
મહામંડલેશ્વર હરિહરાનંદે આ મામલે શું કહ્યું ?
મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુએ સમગ્ર મામલે જણાવ્યું હતું કે, ભારતી બાપુનાં મૃત્યુ બાદ શિષ્યને જવાબદારી સોંપવામાં આવી હતી. તેમજ ભારતી બાપુ ઋષિભારતીનાં દાદાગુરૂ હતા. તેથી તેમને કબજો સોંપવામાં આવ્યો હતો. ઋષિ ભારતીબાપુ પાસેનાં દસ્તાવેજો ખોટા છે. તેમજ સત્તાવાર મારી પાસે કબજો છે અને રજિસ્ટર પણ મારા નામથી થયેલું છે. ઋષિ ભારતીબાપુ છેલ્લા 3 વર્ષથી સંચાલન કરતા હતા. પણ કોઈ ઓડિટ થયું નથી. તેમજ તેઓએ હિસાબો ન જાળવી ઋષિભારતીબાપુએ ટ્રસ્ટને નુકસાન કર્યું છે. જેથી ટ્રસ્ટને નુકસાન થયું એટલા માટે મે કબજો લઈ લીધો છે. કોર્ટમાં કેસ ચાલે છે પણ અમારી પાસે કાયદેસરનાં દસ્તાવેજ છે. હું ઋષિ ભારતીનો ગુરૂ છું અને તે મારી સાથે અભદ્ર વર્તન કરતા હતા.
આ પણ વાંચો : Paralympic 2024 : ભારતને ચોથો મેડલ મળ્યો, પેરા પિસ્તોલ શૂટર મનીષ નરવાલે સિલ્વર મેડલ જીત્યું