Bharti Ashram Controverasy : અમદાવાદના ભારતી આશ્રમને લઇ સુરતમાં ઉગ્ર વિરોધ, કીર્તિ પટેલ અને રામ ગઢવી સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ

September 9, 2024

Bharti Ashram Controverasy : અમદાવાદ ભારતી આશ્રમનો વિવાદ દિન પ્રતિદિન વકરી રહ્યો છે. આ વિવાદમાં દરરોજ કોઈ નવા આક્ષેપ પ્રતિઆક્ષેપ લઈને સાધુઓ મેદાને આવી જાય છે. હરિહરાનંદ બાપુ અને ઋષિ ભારતી બાપુ એકબીજા પર દોષનો ટોપલો ઠાલવતા રહે છે. ત્યારે હવે આ આશ્રમ પર હાલ હરિહરાનંદ બાપુએ ભારતી આશ્રમ પર કબજો જમાવ્યો છે. અને ઋષિ ભારતી બાપુને આશ્રમમાંથી બહાર કાઢી મુકવામાં આવ્યા છે. જે બાદ આ વિવાદમાં અલગ અલગ લોકોનો વિવાદ સામે આવ્યો છે. આ વિવાદમાં મોટો વળાંક પણ ત્યારે આવ્યો જયારે આ વિવાદમાં કીર્તિ પટેલની એન્ટ્રી થઇ.

Bharti Ashram Controverasy

સુરતમાં ઋષિ ભારતી બાપુના સમર્થકો હવે કીર્તિ પટેલ સામે મેદાને

થોડા દિવસ પહેલા કીર્તિ પટેલે ભારતી આશ્રમમાં જઈને વિડીયો બનાવ્યો અને ઋષિ ભારતી બાપુને લઈને વિવાદિત ખુલાસાઓ કર્યા હતા. જે બાદ આ મામલે હવે ઋષિ ભારતી બાપુના સમર્થકો મેદાને આવ્યા છે. અને સુરતમાં કીર્તિ પટેલ અને રામ ગઢવી વિરુદ્ધ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ત્યારે આ મામલે ઋષિ ભારતી બાપુના સમર્થકો બાઈક રેલી કાઢી સુરત કમિશ્નર કચેરી પહોંચ્યા છે. સુરત કોળી સમાજના યુવાનો બાઈક રેલી કાઢી બેનરો લઇ સુરત કમિશનર કચેરી પહોંચ્યા હતા. સાથે જ ગુનાહિત ઇતિહાસ ધરાવતા રામ ગઢવી અને કીર્તિ પટેલ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.

Bharti Ashram Controverasy

આ મામલે સમર્થકોએ શું કહ્યું ?

આ મામલે ઋષિ ભારતી બાપુના સમર્થકોએ કહ્યું કે, કીર્તિ પટેલ સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ હોવા છતાં ફરાર છે. રામદાન ગઢવી નામના વ્યક્તિ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તો ગુજરાત પોલીસ ધરપકડ કેમ નથી કરતી. જો સૌને ખબર છે કે આ વોન્ટેડ આરોપી છે છતાં તેને આશ્રમમાં પ્રવેશ આપવામાં આવે છે. અને આશ્રમના એક રૂમ ઘૂસીને તે વિડીયો બનાવીને ઋષિ ભારતી બાપુને બદનામ કર્યા છે. પરંતુ અમે આજે કમિશ્નર કચેરી એટલા માટે જ આવ્યા છીએ કારણ કે સુરત કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ સામે ગુનો દાખલ થયેલો છે. છતાં પોલીસને જાણ થાય છે કે આ અહીંયા છે તો કેમ પકડતા નથી. અમે માત્ર આ મામલે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે.

આ પણ વાંચો : Gandhinagar Accident : ગાંધીનગરમાં કાર ચાલકો બેફામ, મર્સીડીઝ કાર ચાલકે દેરાણી જેઠાણીને ઉડાડી

Read More

Trending Video