Bharat Jodo Nyay Yatra Gujarat : ભારત જોડો ન્યાય યાત્રા પહોંચી ગુજરાત, રાહુલ ગાંધીનું વિશાળ જનસભાને સંબોધન

March 7, 2024

Bharat Jodo Nyay Yatra Gujarat : રાહુલ ગાંધી (Rahul Gandhi) ની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાત (Bharat Jodo Nyay Yatra Gujarat) પહોંચી ગઈ છે. ગુજરાતના દાહોદના ઝાલોદમાં ભારત જોડો ન્યાય યાત્રા (Bharat Jodo Nyay Yatra) નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ અને NSUI ના આગેવાનો અને કાર્યકરો ઝાલાઓડ પહોચ્યા હતા. અને અહીં રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહીત યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રાના સ્વાગત વખતે ઝાલોદમાં AAP અગ્રણીઓ અને કાર્યકરો પણ જોડાયા હતા. ઝાલોદ (Zalod)માં આજે એક જનસભાનું પણ યોજાઈ હતી જેમાં કોંગ્રેસ (Congress)ના રાહુલ ગાંધીએ સંબોધન પણ કર્યું હતું.

રાહુલ ગાંધીએ તેમના સંબોધનમાં કહ્યું કે, જ્યાં તેમણે જાતિ આધારિત વસ્તી ગણતરી, આદિવાસીઓની વસ્તી અને તેમની ભાગીદારી તથા બેરોજગારી મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, આદિવાસીઓની વસ્તી 8 ટકા છે, જ્યારે આદિવાસી અધિકારીઓની ભાગીદારી 6 ટકા છે. સાથે જ તેમણે જાતિ આધારિત વસ્તી ગણતરી મુદ્દે પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ભારતના એરપોર્ટ, પોર્ટ, માઇનિંગ, પાવર જનરેશન, સોલર પાવર, વિન્ડ પાવર, જ્યાં જુઓ ત્યાં એક જ વ્યક્તિ દેખાશે. બધુ ગણાવીશ તો બે ત્રણ કલાક લાગી જશે. સાથે તેમણે કહ્યું કે, દેશનો સૌથી મોટો પ્રશ્ન બેરોજગારી છે. આ ઉપરાંત રાહુલ ગાંધીએ કહ્યું કે, રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઇ, પરંતુ તેમાં દેશના રાષ્ટ્રપતિ જોવા મળ્યા નથી.

દેશમાં જાતિગત ગણના થવી જોઈએ

રાહુલ ગાંધીએ કહ્યું કે,દેશમાં આદિવાસી અધિકારીઓની ભાગીદારી 6 ટકા છે. દેશમાં જાતિ જનગણના થવી જોઈએ સાથે સાથે હિન્દુસ્તાનમાં બેરોજગારી સૌથી મોટો પ્રશ્ન છે.તો દેશની સંસ્થામાં કઈ જાતિના કેટલા લોકો છે તે ખબર પડી જશે.

રાહુલ ગાંધીએ રામ મંદીરને લઇ શું બોલ્યા ?

આ દેશમાં યુવાનોને રોજગારી મળી શકતી નથી… તમે બધાએ રામ મંદિરનું ઉદ્ઘાટન જોયું, ખરું? શું તમે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ત્યાં જોયા હતા. તમે બધાએ રામમંદિરના અભિષેક સમારોહ દરમિયાન બોલિવૂડના બિરાદરોને જોયા પણ શું તમે ત્યાં ગરીબ લોકો જોયા?”

દેશના અગ્નિવીરને શું બોલ્યા ?

રાહુલ ગાંધીએ કહ્યું,પહેલા પબલિક સેકટર અસ્તિત્વ ધરાવતા હતા,અને હવે પબ્લિક સેકટરનું ખાનગીકરણ થઈ રહ્યું છે, અગ્નિવીર યોજનાથી દેશમાં 2 પ્રકારના શહીદ મળશે, હવે 6 મહિનાની ટ્રેનિંગ વાળા પણ સેનામાં લડશે, અગ્નિવીર યોજનામાં શહીદ થયેલા જવાનોના પરિવારને પેન્શન નહિ મળે, આ પ્રકારની યોજનાથી અગ્નિવીર યોજનાના જવાનો યોગ્ય રીતે લડશે ખરા?

ઉલ્લેખનીય છે કે, આજથી રાહુલ ગાંધી 4 દિવસ ગુજરાતમાં ભારત જોડો ન્યાય યાત્રા યોજશે આ 4 દિવસમાં ન્યાયયાત્રા ગુજરાતના 7 જિલ્લાઓમાં 400 કિલોમીટરથી વધુ પ્રવાસ કરશે.

આ પણ વાંચોBharat Jodo Nyay Yatra : રાહુલ ગાંધીની ન્યાય યાત્રા રાજસ્થાનમાં, કોંગ્રેસની આ પાંચ ગેરેંટીઓ પર તમને છે ભરોસો ?

Read More

Trending Video