Bharat Jodo Nyay Yatra આજે દાહોદ અને પંચમહાલમાં, યાત્રામાં આવેલ આદિવાસી મહિલાઓએ સરકાર પર ઠાલવ્યો રોષ

March 8, 2024

Rahul Gandhi Bharat Jodo Nyay Yatra : કોગ્રેસના નેતા રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રેવશ કરી ચૂકી છે. રાહુલ ગાંધી 4 દિવસ ગુજરાતમાં આ યાત્રા કરી રહ્યા છે ત્યારે આજે બીજા દિવસે તેઓ દાહોદ અને પંચમહાલ બે જિલ્લામાં આ યાત્રા કરી રહ્યા છે. આ યાત્રા આજે સવારથી નિકળી ગઈ છે. રાહુલ ગાંધીની યાત્રા દરમિયાન તેમનું ઠેર ઠેર સ્વાગત પણ કરવામા આવ્યું હતું. ત્યારે આ દરમિયાન તેઓ કંબોઈ ધામની મુલાકાત લીધી હતી અને કંબોઈ ધામ ગુરૂગોવિંદજીની જગ્યાએ શિશ ઝૂકાવી યાત્રાનો પ્રારંભ કર્યો હતો.

ન્યાયયાત્રામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો કાર્યક્રમ

રાહુલ ગાંધીની આ યાત્રા દરમિયાન આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોવાથી આ માટે કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ માટે આ વિસ્તારની આદિવાસી મહિલાઓ પણ અહીં આવી પહોંચી હતી. ત્યારે આ દરમિયાન અહીં આવેલી મહિલાઓએ નિર્ભય ન્યુઝની ટીમ સાથે વાત કરી કરતા જણાવ્યું હતુ કે, વિકાસની વાતો થતી હોય તો તે તેમના ઘરમાં છે. તેમના મંત્રીઓમાં છે અમારા આદિવાસી વિસ્તારોમાં થઈ નથી આદિવાસીઓને છેતરવાનુ કામ કર્યુ છે. પાણીની સમસ્યાને લઈને સરકાર પર પ્રહાર કર્યા હતા. ચૈતર વસાવાને લઈને કહ્યું કે, આદિવાસી નેતા પર કેસ કરીને દબાવવામાં આવે છે. અમે રામના નામે વોટ લેવા માંગે છે. રામે તો શબરીના એઠા બોર ખાધા હતા એટલે રામ તો અમારા જ છે. દોહાદની સીટ અમે જીતવાના છે. આમ આ મહિલાઓએ સરકારને પડકાર ફેંકતા કહ્યું કે, જળ જંગલ જમીન પાછા લઇને રહીશું.

કોંગ્રેસના નેતા યમી યાજ્ઞીકે શું કહ્યું ?

રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના નેતા યમી યાજ્ઞીકે રાજનિતીમા મહિલાઓને સ્પર્ષતા મુદ્દાઓ વિશે જણાવ્યુ હતુ કે, વકિલાતનો કાયદો 1923માં આવ્યો હતો. તેને એક સદી પુરી થઈ, તેવી જ રીતે પંચાયતી રાજનો કાયદો આવ્યો અને કાયદા થકી જે રાજીવ ગાંધીને વિઝન હતુ કે બહેનનોને લોકશાહિમાં બોલવાનો મોકો મળે, પંચાયતી રાજના કાયદામાંથી મહિલાઓને હક મળ્યો. તેકાયદાને 30 વર્ષ થયા, આ દરમિયાન એક લાખ મહિલા સરપંચો થઈ એટલી બહેનોને તક મળી, આપડા રિઝર્વેશનનો કાયદો 2012 સોનિયા ગાંધીએ રાજીવ ગાંધીનુ સપનું આગળ ખેંચ્યું હતુ ત્યારે રા જ્યસભામાં કાયદો પસાર થઈ ગયો હતો. તે પછી લોકસભામાં કાયદો લાવ્યા જ નહીં તે પછી ઘણો સમય વિતી ગયા પછી આ કાયદો આવ્યો પણ તેમાં એક સરત સાથે મહિલાઓને રાજ્ય સ્તરે અને પાર્લામેન્ટમાં પણ વસ્તીગણતરી થાય ત્યારે એટલા આવી આવી શરતો હોય ત્યારે રાજકારણમાં મહિલાશસક્તિકરણની વાત કેટલી વ્યજબી છે.

ન્યાયયાત્રાનો આજનો કાર્યક્રમ

  • આજે આ ન્યાયયાત્રા દાહોદ બસ સ્ટેશનથી સરદાર પટેલ સર્કલ સુધી પદયાત્રા કરશે.
  • દાહોદથી લીમખેડા પહોંચશે જ્યાં સ્થાનિક કાર્યકર અને નેતાઓ યાત્રાનું સ્વાગત કરશે.
  • આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોવાથી આ નિમિત્તે કાર્યક્રમ યોજાશે.
  • ન્યાયયાત્રા પીપલોદ પહોંચશે સાડા અગિયાર વાગ્યે પંચમહાલના ગોધરા ખાતે પહોંચશે.
  • અહીં યાત્રાનું સ્વાગત અને કોર્નર બેઠક યોજાશે.
  • બપોરના ભોજન બાદ બે વાગે યાત્રા હાલોલ પહોંચશે.અહીં પદયાત્રા કોર્નર મિટિંગ અને સ્વાગતનું આયોજન કરાશે.
  • હાલોલથી યાત્રા પાવાગઢ પહોંચશે આ દરમિયાન પાવાગઢ મંદિરે રાહુલ ગાંધી દર્શન કરી શકે છે.
  • પાવાગઢથી શિવરાજપુર અને પછી જાંબુઘોડા પહોંચશે.
  • બોડેલી ખાતે ન્યાયયાત્રાનું રાત્રિરોકાણ થશે.
Read More

Trending Video