Bharat Jodo Nyay Yatra : આજથી કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) ગુજરાતમાં ન્યાય યાત્રા પર આવી રહ્યા છે આજથી રાહુલ ગાંધી 4 દિવસ ગુજરાતમાં ભારત જોડો ન્યાય યાત્રા (Bharat Jodo Nyay Yatra) યોજશે આ 4 દિવસમાં ન્યાયયાત્રા ગુજરાતના 7 જિલ્લાઓમાંથી તેઓ 400 કિલોમીટરથી વધુ પ્રવાસ કરશે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા રાજસ્થાનના ધોલપુરથી આજે બપોરે બાંસવાડા આવશે.
આદિવાસી વિસ્તારોને કવર કરશે રાહુલ ગાંધીની ન્યાયયાત્રા
રાહુલ ગાંધીની આ યાત્રા 4 દિવસમાં દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને તાપી સહિત આદિવાસી બહુમતીવાળા વિસ્તારોમાંથી પસાર થશે. ગુજરાતની 26માંથી 14 બેઠકને કવર કરશે. ન્યાયયાત્રા દરમિયાન રાહુલ ગાંધી આદિવાસી પરિવારો અને શ્રમિકો સાથે સંવાદ કરશે.
ન્યાય યાત્રામાં ચૈતર વસાવા જોડાશે
રાહુલ ગાંધીની ન્યાયયાત્રા ત્રીજા દિવસે એટલે કે 9મી માર્ચે ભરુચના નેત્રંગમાં પહોંચશે અહીં રાહુલ ગાંધી અનેક લોકો સાથે સીધો સંવાદ કરશે આ સાથે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર અંગે પણ તેઓ પ્રચાર કરશે, ત્યારે આ ન્યાયયાત્રામાં ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા પણ જોડાશે તવું જાણવા મળી રહ્યું છે. આદિવાસી કોંગ્રેસની પરંપરાગત વોટબેંક છે. ત્યારે આ વોટબેંક જાળવવા માટે આદિવાસી પ્રભુત્વ ધરાવતા ભાગોને કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે.તેમાં ભરુચમાં આદિવાસી નેતા ચૈતર વસાવાની લોકપ્રિયતા હોવાથી આ યાત્રામા ચૈતર વસાવાનો સાથ રાહુલ ગાંધીને ફળી શકે છે.
આપ પાર્ટીના નેતાઓ પણ યાત્રામાં જોડાશે
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં AAP જોડાશે. જાણકારી મુજબ આમ આદમી પાર્ટીના અધ્યક્ષ સહિત પાર્ટીના શીર્ષ નેતાઓ ભારત જોડો ન્યાય યાત્રાનું સ્વાગત કરશે. આ યાત્રામાં ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા, મનોજ સોરઠીયા, સાગર રબારી સહિતના નેતાઓ જોડાશે.
પક્ષથી નારાજ આગેવાનોને મનાવવાનો પ્રયાસ
મહત્વનું છે કે ઈન્ડિયા ગઠબંધન બાદ ભરુચ લોકસભા બેઠક પર કોંગ્રેસના જ કેટલાક આગેવાનો દ્વારા પક્ષ સામે જ ઉઠાવેલા વાંધાઓ અંગે નિવડો લાવવા માટે તેમની સાથે સીધો સંપર્ક કરી શકે છે. રાહુલ ગાંધીના ભારત જોડો યાત્રા ગુજરાતમાં પ્રવેશે તે પહેલા જ પક્ષથી નારાજ નેતાઓ પક્ષ છોડીને જઈ રહ્યા છે ત્યારે આ યાત્રા દરિમિયાન આ અંગે પણ રાહુલ ગાંધી ચર્ચા કરી શકે છે.
આ પણ વાંચો : જે ભાજપના નેતાઓને રંગા બિલ્લા કહેતા હોય તેવા અમારા નેતાના ખોળામાં માથું ઝુકાવવું પડે છે : શક્તિસિંહ ગોહિલ