Bharat Bandh: પીએમ મોદીની નજીકના અને આદિવાસી નેતા ભારત બંધના વિરોધમાં, જાણો કેમ

August 21, 2024

Bharat Bandh: આજે દલિત સંગઠનો (Dalit organizations) અને અનેક રાજકીય પક્ષો (political parties) દ્વારા ભારત બંધનું (Bharat Bandh) એલાન આપવામાં આવ્યું છે. માયાવતી અને ચંદ્રશેખર સહિત અનેક નેતાઓએ આ ભારત બંધના સમર્થનમાં પોતાનું સ્ટેન્ડ રજૂ કર્યું છે. પરંતુ આ દરમિયાન એક આદિવાસી નેતા એવા પણ છે જેમણે ભારત બંધને વાહિયાત ગણાવ્યું છે રાજસ્થાન સરકારમાંથી  (Rajasthan government) રાજીનામું આપનાર મંત્રી કિરોડી લાલ મીણાએ (Kirodi Lal Meena) ભારત બંધનો વિરોધ કર્યો છે અને તેમણે સુપ્રીમ કોર્ટના  (Suprime court) નિર્ણયને સમર્થન આપ્યું છે.

મંત્રી કિરોડી લાલ મીણાએ ભારત બંધનો વિરોધ કર્યો

રાજસ્થાન સરકારમાંથી રાજીનામું આપનાર મંત્રી કિરોડી લાલ મીણાએ ભારત બંધનો વિરોધ કર્યો છે. તેઓ તેના સમર્થનમાં નથી. કિરોરી પોતે આદિવાસી નેતા છે, છતાં તેઓ ભારત બંધના પક્ષમાં નથી. કિરોડી લાલ મીણા પીએમ મોદીના નજીકના માનવામાં આવે છે. તેમણે ઈમરજન્સી દરમિયાન પીએમ મોદીનું સમર્થન કર્યું હતું. કિરોરી લાલ મીણા અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટના નિર્ણયની તરફેણમાં છે.

સુપ્રિમ કોર્ટના નિર્ણય અંગે શું કહયું ?

કિરોરી લાલ મીણાએ સ્પષ્ટ કહ્યું છે કે તેઓ અનામતના મુદ્દે સુપ્રીમ કોર્ટના અવલોકન સાથે છે. તેમણે કહ્યું કે ક્રીમી લેયર પર વિચાર કરવો જોઈએ. પોતાના અંગત અભિપ્રાય આપતા કિરોરી મીણાએ કહ્યું કે મારા ગામમાં એક વ્યક્તિ 30 વર્ષથી પહાડો ખોદીને પોતાનું ગુજરાન ચલાવે છે જ્યારે હું પણ ડોક્ટર બન્યો, મારો ભાઈ IRS અને IAS બન્યો. પછી હું પણ મંત્રી બન્યો. પણ, એ માણસ કંઈ બની શક્યો નહિ. તેને તક મળવી જોઈએ. રાજ્ય સરકારને એસસી-એસટી ક્વોટામાં પેટા કેટેગરી બનાવવાનો અધિકાર હોવો જોઈએ અને તેમને અનામતમાં પ્રાથમિકતા આપવી જોઈએ. કિરોરી મીના પણ કહે છે કે હવે ક્રીમી લેયરને આરક્ષણની જરૂર નથી.

કોણ છે કિરોરી લાલ મીણા ?

કિરોરી લાલ મીણા એવા મંત્રી છે જેમણે રાજસ્થાન સરકારમાંથી રાજીનામું આપ્યું છે. જો કે તેમનું રાજીનામું હજુ સુધી સ્વીકારવામાં આવ્યું નથી. કિરોરી લાલ મીણા ભાજપના મજબૂત આદિવાસી નેતા છે. તેઓ સવાઈ માધોપુર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. આ પહેલા તેઓ રાજ્યસભાના સાંસદ હતા. કિરોરીને પૂર્વ રાજસ્થાનના મોટા નેતા માનવામાં આવે છે. મીના સમુદાય પર તેમની સારી પકડ છે.કહેવાય છે કે કિરોરી લાલ મીણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીક છે.

આ પણ વાંચો : Bharat Bandh : SC ST અનાતના ચુકાદાને લઈને ડેડીયાપાડા સજ્જડ બંધ, ચૈતર વસાવાએ આપી આ પ્રતિક્રિયા

Read More

Trending Video