Bharat Bandh : દેશના ઘણા દલિત અને આદિવાસી સંગઠનોએ આજે,અનુસૂચિત જાતિ અને જનજાતિ (SC-ST ) અનામતમાં ‘ક્રીમી લેયર’ પર સુપ્રીમ કોર્ટના (Supreme Court)નિર્ણયને લઈને ભારત બંધનું આહ્વાન કર્યું છે.ત્યારે આ ભારત બંધને અનેક દલિત સંગઠનોએ પણ ભારત બંધને સમર્થન આપ્યું હતું. આજે દેશના વિવિધ રાજ્યોમાં ભારત બંધની અસર જોવા મળી રહી છે ત્યારે ગુજરાતમાં પણ અનેક જગ્યાએ આ ભારત બંધને સમર્થન મળી રહ્યું છે. ત્યારે આજે SC-ST આરક્ષણ ભારત બંધના એલાનના સમર્થનને લઇ દેડીયાપાડા સજ્જડ બંધ રહ્યું છે.
ભારતબંધના એલાનની ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ભારે અસર
SC-ST આરક્ષણમાં ક્રીમીલીયર, નોન ક્રીમીલીયર લાગુ કરવાના સુપ્રિમ કોર્ટના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે જે અંતર્ગત દલિત અને આદિવાસી સંગઠનોએ હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોને મજબૂત પ્રતિનિધિત્વ અને રક્ષણની માંગ કરવા માટે આજે બંધનું એલાન આપ્યું છે. અને નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઈબલ ઓર્ગેનાઈઝેશન (NACDAOR) એ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો (OBC) માટે ન્યાય અને સમાનતા સહિતની માંગણીઓની યાદી બહાર પાડી છે. ત્યારે આ ભરત બંધમાં ગુજરાતના નર્મદા, છોટા ઉદેપુર, નવસારી, દાહોદ, પંચમહાલ, વલસાડ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સહિતના જિલ્લાઓ જોડાયા છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારો આ વિરોધમાં જોડાયા છે.
SC ST અનાતના ચુકાદાને લઈને ડેડીયાપાડા સજ્જડ બંધ
ભરુચના ડેડિયાપાડામાં બંધની અસર જોવા મળી હતી. ડેડિયાપાડના નગરિકોએ ભારત બંધના એલાનને સંપૂર્ણ સમર્થન આપ્યું છે આજે કોઈ પણ વેપારીએ ન તો દુકાન ખોલી છે ના તો નાગરિકો બહાર નિકળ્યા છે. જેથી ડેડિયાપાડામાં બંધના કારણે સુમસામ જોવા મળ્યું છે્.
ચૈતર વસાવાએ આપી આ પ્રતિક્રિયા
આ મામલે ચૈતર વસાવાએ કહ્યું કે, સુપ્રિમ કોર્ટની બેંચે જે ચુકાદો આપ્યો છે તેના કારણે બંધારણનો જે મૂળ હેતું છે તેનું ઉલ્લંઘન થશે. આરક્ષણમાં વધારો કે ઘટાડો કરવાની સત્તા કલમ 341 અને 342 મુજબ રાષ્ટ્રપતિ કે, સંસદને જ હોય છે. ત્યારે રાજ્ય સરકારોને આવા અધિકરો આપવાથી આવનાર દિવસોમાં અમુક ચોક્કસ જ્ઞાતિ પેટાજ્ઞાતિઓને પોતાના તરફ લેવા માટે અમુક વૈમનસ્ય ઉભુ કરવામા આવશે. અને તેના લીધે વર્ગ વિગ્ર્હ પણ થશે એટલા માટે અમે આ ચુકાદાનો વિરોધ કરીએ છીએ. ભારતના SC-ST સંગઠનોએ ભારતબંધનું એલાન આપ્યેું હતુ ત્યારે અમે પણ ગુજરાતના સામાજિક -રાજકીય અગ્રણીઓએ બેઠક યોજીને આ બંધને સમર્થન આપવાનું જાહેર કર્યું હતું. આજે અંબાજીથી ઉમરગામ સુધીના તમામ બજારો બંધ રહ્યા છે ત્યારે આદિવાસી સંગઠોનોએ બંધ પાળીને જે એકતા બતાવી તેના માટે ચૈતર વસાવાએ આભાર માન્યો હતો.
આ પણ વાંચો : Badlapur Protest Update: બદલાપુરમાં પ્રદર્શનકારીઓ સામે કાર્યવાહી, 300 લોકો સામે FIR, 40ની ધરપકડ