Bharat Bandh : ગુજરાતમાં ભારત બંધન એલાનને સમર્થન, અરવલ્લી અને જામનગરમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યું

August 21, 2024

Bharat Bandh : દલિત અને આદિવાસી સંગઠનોએ આજે ​​’ભારત બંધ’ (Bharat Bandh)નું આહ્વાન કર્યું છે, જેથી હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોને મજબૂત પ્રતિનિધિત્વ અને રક્ષણ મળે. ભારત બંધને BSP, RJD અને ચંદ્રશેખર આઝાદની આઝાદ સમાજ પાર્ટી સહિત અનેક પક્ષોએ સમર્થન આપ્યું છે. ગુજરાતમાં પણ ભારત બંધ (Bharat Bandh)ને પૂરતું સમર્થન આપવામાં આવ્યું છે. ઘણા જિલ્લાઓમાં દેખાવો અને રોડ જામના અહેવાલો છે. ત્યારે ગુજરાતના ગુજરાતના અરવલ્લી અને જામનગરમાં પણ બંધને સમર્થન આપવામાં આવ્યું છે.

Bharat Bandh

અરવલ્લીમાં ભારત બંધને કેવું સમર્થન ?

અરવલ્લીમાં પણ ભારત બંધન (Bharat Bandh) એલાનને સમર્થન આપવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે એસસી-એસટી અનામત અંગે આપેલા ચુકાદાના વિરોધમાં ભિલોડા સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે. વહેલી સવારથી જ ભિલોડાના બજારો બંધ રહી છે. વેપારીઓએ પણ બંધને સમર્થન આપ્યું છે. બંધના એલાનને પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. સુપ્રીમ કોર્ટે એસસી-એસટી અનામત અંગે આપેલા સબ-કૅટેગરી અંગેના ચુકાદાના વિરોધમાં બંધ (Bharat Bandh)નું એલાન અપાયું છે. એસસી-એસટી સમૂહોએ બંધને પોતાનું સમર્થન જાહેર કર્યું છે. ચુકાદો પાછો ખેંચવામાં નહિ આવે તો 13 સપ્ટેમ્બરે ગાંધીનગર ખાતે અહિંસક આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે.

Bharat Bandh

જામનગરમાં દુકાનો બંધ કરાવવામાં આવી

જામનગરમાં ભારત બંધ (Bharat Bandh)ની અસર જોવા મળી હતી. એસ સી ,એસટી અનામત મુદ્દે લાલ બંગલા પાસે દુકાનો બંધ કરવામાં આવી. જામનગરમાં દલિત સમાજના આગેવાનોએ રેલી યોજી વિરોધ કર્યો. શહેરમાં વિવિધ જગ્યાએ દુકાનો બંધ કરાવવામાં આવી છે. જે બાદ વેપારી એસોસીએશન દ્વારા પણ બંધને સમર્થન આપવામાં આવ્યું છે.

Bharat Bandh

ભારત બંધનું એલાન કરનારાઓની આ માંગ છે

સંગઠને સુપ્રીમ કોર્ટની સાત જજોની બેન્ચ દ્વારા આપવામાં આવેલા તાજેતરના ચુકાદાની વિરુદ્ધ વલણ અપનાવ્યું છે, જે તેમના મતે, સીમાચિહ્નરૂપ ઈન્દિરા સાહની કેસમાં નવ ન્યાયાધીશોની બેન્ચ દ્વારા લેવામાં આવેલા ચુકાદાને નબળી પાડે છે, જેણે ભારતમાં આરક્ષણ માટેનું માળખું સ્થાપવામાં આવ્યું હતું. NACDAOR એ સરકારને વિનંતી કરી છે કે તે આ નિર્ણયને બાજુ પર રાખે કારણ કે તે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના બંધારણીય અધિકારો માટે જોખમી છે. સંગઠન એસસી, એસટી અને ઓબીસી માટે આરક્ષણ પર સંસદ દ્વારા નવો કાયદો પસાર કરવાની પણ માંગ કરી રહ્યું છે જેને બંધારણની નવમી અનુસૂચિમાં સમાવિષ્ટ કરીને સુરક્ષિત કરવું જોઈએ.

આ પણ વાંચોBharat Bandh 2024 : બિહારના આરા-બક્સરમાં ટ્રેનો રોકવામાં આવી, અન્ય રાજ્યોમાં ભારત બંધની કેવી છે અસર ?

Read More

Trending Video