બંગાળે શેખ શાહજહાંને CBIને સોંપવાનો ઈન્કાર કર્યો, મામલો Supreme Court માં

March 5, 2024

પશ્ચિમ બંગાળ સરકારે મંગળવારે કોલકાતા હાઈકોર્ટના આદેશ છતાં તૃણમૂલ કોંગ્રેસના સસ્પેન્ડેડ નેતા શેખ શાહજહાંની કસ્ટડી CBIને સોંપવાનો ઈન્કાર કર્યો હતો.

શાહજહાંની કસ્ટડી લેવા માટે સીબીઆઈના અધિકારીઓની એક ટીમ ભબાની ભવન પહોંચી, જે પશ્ચિમ બંગાળ પોલીસનું મુખ્યાલય છે. જોકે, તેઓ સસ્પેન્ડેડ તૃણમૂલ નેતા વગર પરત ફર્યા હતા.

દિવસની શરૂઆતમાં, કોલકાતા હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે પશ્ચિમ બંગાળ સરકારને આદેશ આપ્યો હતો કે 5 જાન્યુઆરીએ સંદેશખાલીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓ પર હુમલાના સંબંધમાં શેખ શાહજહાંને સીબીઆઈને સોંપવામાં આવે.

કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજ્યની પોલીસે “સમગ્ર પરિસ્થિતિને અંડરપ્લે કરી હતી” કારણ કે શાહજહાં 29 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવ્યા પહેલા 50 દિવસથી વધુ સમય સુધી ફરાર હતો.

આના પગલે પશ્ચિમ બંગાળ સરકારે રાજ્ય પોલીસમાંથી સીબીઆઈને તપાસ ટ્રાન્સફર કરવાના હાઈકોર્ટના આદેશને પડકારવા માટે Supreme Courtમાં અરજી કરી હતી. 5 જાન્યુઆરીએ સંદેશખાલીમાં ટોળા દ્વારા તેમની ટીમ પર હુમલો કરવામાં આવતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના કેટલાક સભ્યો ઘાયલ થયા હતા.

આ હુમલો ત્યારે થયો જ્યારે EDના અધિકારીઓ કરોડોના કથિત રાશન વિતરણ કૌભાંડના સંબંધમાં શેખ શાહજહાંના ઘરે દરોડા પાડવા ગયા હતા. શેખ શાહજહાંને 55 દિવસ ફરાર રહ્યા બાદ 29 ફેબ્રુઆરીએ રાજ્ય પોલીસે ધરપકડ કરી હતી.

શાહજહાં અને તેના સાગરિતો પર સંદેશખાલીમાં ઘણી મહિલાઓ દ્વારા જાતીય સતામણી અને જમીન હડપ કરવાનો પણ આરોપ છે.

Read More

Trending Video