Ahmedabad માં ટ્રાફિકને કંટ્રોલમાં રાખવા ભીક્ષુકોની મદદ લેવાનું આયોજન

સિગ્નલ સ્કૂલના બાળકોના માતા-પિતાને રોજગારી મળે તે હેતુથી આ આયોજન થઈ રહ્યું છે

October 25, 2023

અમદાવાદ મ્યુનિસિપલ (AMC) સ્કૂલ બોર્ડ સંચાલિત સિગ્નલ સ્કૂલના બાળકોના હેલ્થ ચેકઅપ કાર્યક્રમ તેમજ મ્યુનિસિપલ શાળાના (Municipal School) બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલા દિવાળી (Diwali 2023) ગ્રીટિંગ્સ કાર્ડનાં પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. અમદાવાદ મહાનગરપાલિકા અને ગુજરાત હાઈકોર્ટના અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે.

રોજગારી માટે આયોજન

સિગ્નલ સ્કૂલના (Signal School Ahmedabad) બાળકોના માતા-પિતાને રોજગારી મળે તે હેતુંથી તેમને અમદાવાદ શહેરમાં (Ahmedabad City) ટ્રાફિક નિવારણ સાથે સંકળાયેલી કામગીરી સોંપવાનું આયોજન થઈ રહ્યું છે એટલે કે અમદાવાદ શહેરના સિગ્નલોમાં ટ્રાફિકના નિવારણ માટે ભિક્ષુકોની મદદ લેવામાં આવશે. જેથી કામ પણ થાય અને તેમને રોજગારી પણ મળી રહે. આગામી સમયમાં આ અંગે વિધિવત્ જાહેરાત થઈ શકે છે.

સિગ્નલ સ્કુલમાં કાર્યક્રમ

જણાવી દઈએ કે, સિગ્નલ ઉપર ભીખ માગતા બાળકોને શિક્ષણ મળી રહે તે માટે અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા સિગ્નલ સ્કૂલ ચલાવવામાં આવે છે. સિગ્નલ સ્કૂલના બાળકોના હેલ્થ ચેકઅપ અને બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલા દિવાળી ગ્રીટિંગ્સ કાર્ડનાં પ્રદર્શનના કાર્યક્રમમાં આ અંગે જાહેરાત કરવામાં આવી છે.

આ સિવાય સિગ્નલ સ્કૂલના 150 બાળકોનું પ્રથમ વખત જ મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું. મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જે વિદ્યાર્થીઓમાં બીમારી જણાશે તેઓને જરૂરી સારવાર આપવામાં આવશેસાથે તેમના માતા-પિતાને પણ PMJAYના કાર્ડ આપવામાં આવ્યા.

Read More

Trending Video